સુરેન્દ્રનગર-લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બનતા 4ના કરુણ મોત નિપજ્યા છે. ટ્રક અને કાર ટકરાતા આ ભયંકર અકસ્માત થયો હતો. આ એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે કારના પુરજા ઉડી જતા અંદર મૃતદેહ પણ ફસાયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચેનો આ અકસ્માત એવો ભયાનક હતો કે મતૃદેહો બહાર કાઢવા માટે પતરા વાળી અને ચીરી મૃતદેહોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા.
લીંબડી, રાજકોટ હાઈવે પર ગમખ્વાર રીતે વાહનો સ્પીડમાં ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની દૂર્ઘટનાઓ બની રહી છે. ટ્રક અને કાર વચ્ચે આ દર્દનાક અસક્માતના 4 લોકોનું પ્રાણપંખેરું વીખાઈ ગયું છે ત્યારે 3 લોકોને ત્યાંથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આયા ગામાના પાટીયા પાસે આ અકસ્માત થયો હતો જ્યાં ભયંકર અકસ્માતના કારણે મૃતદેહો ગાડીમાં ફસાતા બહાર કાઢવામાં આવ્યા હતા. ગઈકાલે જ ભારે અકસ્માત વડોદરા એક્સપ્રેક્સ પર થયો હતો ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર પંથકમાં આ અકસ્માત થતાટ 4 ના જીવ જોખમાયા છે. ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતોના બનાવો છે તે વધી રહ્યા છે.
ગઈકાલે વડોદરા એક્સપ્રેક્સ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત નિપજ્યા હતા
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે રોડ પર ગુજરાતના આણંદ શહેર નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે મિની વાન અથડાઇ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. ટ્રક હાઈવે પર કોઈપણ પ્રકારની બ્રેક લાઈટ કે ઈન્ડીકેટર લાઈટ વગર ઉભી હતી. અંધારી રાત્રિના કારણે મીની વાન ચાલક તેને જોઈ શક્યો ન હતો અને પાછળથી ટક્કર મારી હતી