આશાપુરા ફાઉન્ડેશન તથા સંસ્કૃત ભારતી ના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ભુજમાં સંસ્કૃત – રાસ – ગરબા સ્પર્ધા યોજાઇ.
ત્રણ વિભાગની સ્પર્ધામાં કુલ 21 ગ્રુપોએ ભાગ લીધો.
આશાપુરા ફાઉન્ડેશન તથા સંસ્કૃત ભારતી ના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ભુજના ટાઉનહોલમાં તા. ૨૭/૦૮ સંસ્કૃત રાસ – ગરબા સ્પર્ધા યોજાઈ હતી. ત્રણ વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 21 ગ્રુપોએ ભાગ લીધો હતો. નારાયણ સરોવર જાગીર ના અધ્યક્ષ પૂજ્ય સોનલલાલજી મહારાજની આશીવાૅદક ઉપસ્થિતિમાં આશાપુરા ફાઉન્ડેશનના શ્રીમતી રાગિણીબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે સંસ્કૃત ભાષાના જ ગરબા સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું.
આ ગરબા સ્પર્ધામાં ત્રણ વિભાગ કરવામાં આવ્યા હતા. જેમાં શાળાકીય વિભાગ, મહિલા મંડળ વિભાગ તથા કલા સંસ્થા વિભાગ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 21 ગ્રુપોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં કલા વિભાગમાં પ્રથમ નંબરે પૂર્વી લોકકલા કેન્દ્ર – ભુજ વિજેતા બનેલ હતી. જેને રૂપિયા 5000 (પાંચ હજાર)નું રોકડ પુરસ્કાર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પૂર્વી લોકકલા કેન્દ્ર – ભુજના ટીમ લીડર ભાવનાબેન એચ. સિંઘલ છે. જ્યારે કોરિયોગ્રાફર તરીકે રાજ્ય સરકારના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકાની રામપર વેકરા સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ એચ. સિંઘલે સેવા આપી હોવાનું ગુજરાત રાજ્ય એવોડીૅ ટીચર્સ ફાઉન્ડેશનના સંગઠન મંત્રી શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ ગ્રુપમાં ગણેશનગર સ્થિત દીકરીઓ રબારી અને ગઢવીની દીકરીઓએ ભાગ લીધેલ હતો. જેમાં પૂર્વીબા સિંઘલ, વર્ષાબા સિંઘલ, નંદનીબા સિંઘલ, સીતા રબારી, વલ્લુ રબારી, સોનુ રબારી, ખેતુ રબારી, મીરા ગઢવી, હિરલ ગઢવી અને રિયા જોશી એ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી ડો. વર્ષાબેન મજેઠીયા, શ્રીમતી ઈશિતા જોશી, મિતલબેન ગોર, અમિતભાઈ ગોર તથા સમગ્ર ટીમ એ જહેમત ઉઠાવી હતી. સ્પર્ધાના નિર્ણય તરીકે શ્રીમતી દિવ્યાબેન વૈધ, મીનાબેન પંડ્યા અને બેલાબેન મહેતાએ સેવા આપી હતી.