સંજય લીલા ભણસાલી કોરોના પોઝિટિવ, ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મની રિલિઝ પર થશે અસર

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે ડાયરેક્ટર-પ્રોડ્યુસર સંજય લીલા ભણસાલી પણ કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે, હાલ તેઓ સેલ્ફ ક્વોરન્ટાઇનમાં છે, રિપોર્ટ એ પણ છે કે પોતાની આગામી ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડીનાં શુટીંગ દરમિયાન સંજય લીલા ભણસાલી કોરોના વાયરસ પોઝિટિવ થયા છે.
ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મનું શુટિંગ મુંબઇ ફિલ્મ સીટીમાં થઇ રહ્યું હતું, તે પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શુટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, અને ક્રુ નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, તો બીજી તરફ ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ખુદને ક્વોરન્ટાઇન કરી લીધી છે, હવે સંજયની માતા તથા અન્ય લોકો જે તેમના સંપર્કમાં આવ્યા હતાં તે બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે સંજય લીલા ભણસાલીની માતાનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. 
અત્રે ઉલ્લેખનિય છે કે સંજય લીલા ભણસાલી આ દિવસોમાં ફિલ્મનાં શુંટીંગમાં વ્યસ્ત હતા, તાજેતરમાં જ અભિનેતા અજય દેવગને કેમિયો એપિયરેન્સ માટે ફિલ્મ જોઇન કરી હતી, ફિલ્મ 30 જુલાઇએ રિલીઝ થવાની છે, પરંતું હવે સંજય લીલા ભણસાલી પોઝિટિવ આવતા ફિલ્મનું શુટિંગ અટકાવી દેવામાં આવ્યું છે, હવે તેના કારણે ફિલ્મની રિલીઝ પર શું અસર પડે છે તે જોવાનું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *