વર્તમાન સમયના ભાગદોડ ભર્યા જીવનમાં શારીરિક સ્વસ્થતાની સાથે- સાથે માનસિક સ્વસ્થતા કેળવવી ખૂબ જ જરૂરી છે. કાર્યાલય સ્થળે કામનું ભારણ સહિત અન્ય વ્યક્તિગત અને સામાજીક તેમજ આર્થિક બાબતોમાં માનસિક રોગનો ભોગ બનતાં જોવા મળે છે. આ પ્રકારની સમસ્યાના નિરાકરણ સ્વરૂપે તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા સંવાદ હેપ્પીનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , આજના સમાજની પ્રાથમિક જરૂરીયાત માનસિક શાંતિ છે. કર્મચારીઓ પણ કાર્યાલય ખાતે તેમજ અંગત જીવનમાં પણ પ્રફુલ્લિત અને સ્વાસ્થ્ય મનથી કાર્યરત રહે તે ખૂબ જ જરૂરી છે.
સંવાદ હેપ્પીનેસ સેન્ટર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ખૂબ જ મદદરૂપ થશે. ઉદ્ધાટન પ્રસંગે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનના કુલપતિ ભદ્રાયુ વચ્છરાજાની અને આઈઆઈટીઈ ગાંધીનગરના કુલપતિ પ્રો. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સંવાદ હેપ્પીનેસ સેન્ટરના સંચાલિકા અને સાયકોલોજીસ્ટ શ્રી મનિષા ગૌનિયાલ અને જીટીયુ વુમન ડેવલોપમેન્ટ સેલના ચેરપર્સન ડૉ. કોમલ બોરીસાગરને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
એંગર એન્ડ સ્ટ્રેશ મેનેજમેન્ટ , ઈન્ટર પર્સનલ રીલેશનશિપ પ્રોબ્લમ , ડિપ્રેશન , પર્સનાલિટી ડેવલોપમેન્ટ વગેરે બાબતે સંવાદ સેન્ટર જીટીયુ ખાતે કાર્યરત રહશે. જેમાં તમામ સ્ટાફ , તેમના પરિવારના સભ્યો અને સંલગ્ન તમામ કૉલેજના વિદ્યાર્થીઓ પણ સંવાદ સેન્ટરનો લાભ મેળવી શકશે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ઈન્ટર્વ્યું કેવી રીતે આપવું અને તે સંદર્ભે પર્સનાલિટી કેળવવા માટે કેવા પ્રકારની બાબતોનું ધ્યાને રાખવું આ ઉપરાંત નિષ્ફળતાના સમયે કેવી રીતે માનસિક અને સામાજીક સંતુલન જાળવવું જેવી તમામ બાબતો પર સંવાદ સેન્ટર કાર્યરત રહશે. વિશેષમાં સાયકો સોમાટીક ડિસઓર્ડર અને બાયપોલાર ડિસ ઓર્ડર અને અન્ય ગંભીર માનસિક રોગ માટે પણ વિવિધ થેરાપી જેમ કે, રીલેક્શેશન થેરાપી , મ્યુઝીક , આર્ટ , પ્લે , એક્યુપ્રેશર થેરાપી , નોન વાયેલેન્ટ કૉમ્યુનિકેશન થેરાપીની સેવા સંવાદ સેન્ટર ખાતે પૂરી પાડવામાં આવશે.