સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ તસવીર

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. આ અંગે CMOએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. સીએમઓ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું કે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને પણ ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક્ટર અનુપમ ખેર સ્ટારર અને ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું.

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત

3 જૂનના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને પહેલા દિવસની કમાણી ઘણી નિરાશ કરનારી રહી હતી. આ ફિલ્મે પહેલા દિવસે ફક્ત 10.70 કરોડની કમાણી કરી હતી. પરંતુ વિકેન્ડમાં કમાણીનો થોડો વધારો જોવા મળ્યો હતો. જે બાદ એવી આશા હતી કે, હવે આ ફિલ્મની કમાણી ઝડપ પકડશે. પરંતુ ચોથા દિવસે ફરીથી ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે.

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત

ફિલ્મની રીલીઝના ચોથા દિવસ એટલે કે સોમવારની કમાણીનો રિપોર્ટ આવી ગયો છે. જાણીતા ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા મુજબ ચોથા દિવસે ફિલ્મની બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ હાલત જોવા મળી હતી અને ફક્ત 5 કરોડની કમાણી થઈ હતી. જે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન છે. આ ફિલ્મ માટે મોટા ઝટકા સમાન છે.

બીજી તરફ ફિલ્મની અત્યાર સુધીની કમાણી પર નજર કરીએ તો આવનારા એક-બે દિવસમાં આ ફિલ્મ 50 કરોડની ક્લબમાં આવી જશે. પરંતુ જો 100 કરોડના ક્લબની વાત કરવામાં આવે તો સમ્રાટ પૃથ્વીરાજને આ માટે ઘણી મહેનત કરવી પડશે અને કદાચ ફિલ્મ આ આંકડા સુધી પહોંચી પણ નહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *