RAKSHABANDHAN CELEBRATION IN JAIL : ગુજરાતની જેલોમાં કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી.

RAKSHABANDHAN CELEBRATION IN JAIL : આ વર્ષે પણ વડોદરા, અમદાવાદ, સુરત સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ જેલમાં ભાઈ અને બહેન મળતા ભાવુક દૃશ્યો સર્જાયા હતાં.
રાખડી બાંધતા સમયે ભાઈઓ-બહેનો રડી પડ્યા હતાં અને એકબીજાને ભેંટી પડ્યાં હતાં. અહીં કેટલીક બહેનોએ ભાઈ જલ્દી જેલમાંથી છુટી બહાર આવે તે માટે ભગવાનને અને સરકારને પ્રાર્થના કરી હતી. તો ભાઈઓએ પણ બહેનને ભેટ સ્વરૂપે એક તુલસીનો છોડ આપ્યો હતો.

RAKSHABANDHAN CELEBRATION IN JAIL : છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને પોતાની બહેનો રખડી બાંધવા માટે જેલમાં આવે છે. ત્યારે આજે પણ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી. આ સાથે જ કારેલીબાગ હિટ એન્ડ રનના ગુનામાં સંડોવાયેલ રક્ષિત ચોરસિયાના પરિવારે પણ તેની મુલાકાત કરી હતી.
પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેન વૈશાલીબેન પટેલે રડતી આંખે કહ્યું કે, આ પહેલીવાર નથી, અમે છેલ્લા પાંચ વર્ષથી આવીએ છીએ, આ છઠ્ઠું વર્ષ ચાલુ થયું છે. મારો ભાઈ મર્ડર કેસમાં છે, પણ મારા ભાઈએ મર્ડર કર્યું જ નથી, બિલકુલ કર્યું જ નથી. ડ્રિન્ક કરીને બહાર આવ્યા હોવાનું કહેવામાં આવે છે પણ તેણે ડ્રિન્ક નહોતું કર્યું.

RAKSHABANDHAN CELEBRATION IN JAIL : તેઓને ત્રણ છોકરીઓ છે. બસ, નિર્દોષ છૂટી જવા જોઈએ. ઘરમાં કોઈ જ નથી. મારી મમ્મીને મારી ભાભી જ છે. 10 વર્ષની, પાંચ વર્ષની અને આઠ વર્ષની બેબી છે. બસ, મારા ભાઈ નિર્દોષ બહાર આવી જવા જોઈએ, બીજું કંઈ નહીં.
આ પ્રસંગે આવેલા સોનલ વસાવાએ જણાવ્યું હતું કે, મારા ભાઈ મર્ડરના ગુનામાં જેલમાં છે. છેલ્લા પાંચ વર્ષથી અમે રાખડી બાંધવા આવીએ છીએ. બસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે ગુનો કર્યો નથી તો જલ્દી જ મારો ભાઈ બહાર આવી જાય, બસ એની નાની-નાની ત્રણ છોકરીઓ છે. એમને કોણ સાચવશે? મમ્મી છે એમના અને એકલા ભાભી છે.

RAKSHABANDHAN CELEBRATION IN JAIL : બસ એ લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સરકાર પણ સહેજ સમજવા રાજી નથી. જે ગુનો કર્યો નથી એ ગુનાની સજા આપી દીધી છે. અત્યારે લોકો પૈસાવાળા પૈસા ખવડાવીને બીજાને સજાઓ અપાવે છે. અમારા ગરીબોનું કોણ થશે?
આ અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ.એન.રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્યના જેલોના વડા ડોક્ટર કે. એલ. એન. રાવ સર અને વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક ઉષા રાડાની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આપણે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કર્યું છે.
કાર્યક્રમના અવસરે આપણે ખાસ આ વિશેષમાં એ છે કે, રાખડી બાંધ્યા પછી ભાઈઓ પોતાની બહેનને કોઈ વીરપસલી સ્વરૂપે સોગાત આપતા હોય છે. તો અમારા ગુજરાતના જે જેલોના વડા છે ડોક્ટર કે.એલ.એન. રાવ તરફથી એક સારું એવું સૂચન જેલ તંત્રને આપ્યું હતું કે, આપણે બહેનોને કોઈ પણ ફૂલ-છોડ આપીએ જેથી પર્યાવરણની જાળવણી અને એક સંદેશો સમાજમાં સારો જાય.
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આ વખતે અમે તુલસીના છોડનું આયોજન કર્યું છે, જે રાખડી બાંધ્યા બાદ બંદીવાન ભાઈ પોતાની બહેનને આપશે. જેલ તંત્ર ઈચ્છે છે કે આ છોડ જે બહેન છે પોતાના ઘરે વાવેતર કરે, એની જાળવણી કરે, જેથી પર્યાવરણનો સારો એવો સંદેશો સમાજમાં જાય.
વધુમાં કહ્યું કે, હાલમાં જેલમાં 1300ની આસપાસ કેદીઓ છે. સવારના 8 વાગ્યાથી આપણે કાર્યક્રમનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. હાલ સમથિંગ 250થી 300 બંદીવાન ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી છે. આ કાર્યક્રમમાં જેમ-જેમ બહેનો આવશે, તેમ તેમ એમને રાખડી બાંધવાની વ્યવસ્થા રાખેલ છે.

RAKSHABANDHAN CELEBRATION IN JAIL : અમદાવાદ સાબરમતી જેલમાં મુસ્લીમ પરિવારે ભાવુક થઈ રક્ષાબંધનની ઉજવણી કરી. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ આજે રક્ષાબંધન પર્વ પર ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતાં. મોટી સંખ્યામાં બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા જેલ પહોંચી હતી. આ બહેનોમાં મુસ્લિમ સમાજની બહેનો પણ સામેલ હતી, જેણે આ પર્વની સાર્વત્રિક લાગણીને વધુ દૃઢ બનાવી હતી. જોકે, આ મુલાકાત દરમિયાન અનેક બહેનો ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી.

RAKSHABANDHAN CELEBRATION IN JAIL : હેતલ પટેલ નામની એક બહેને પોતાના દુઃખદ અનુભવ વિશે વાત કરતા કહ્યું, ‘હું કોઈ બહેન માટે એવી પરિસ્થિતિની ઈચ્છા નહીં કરું કે તેને આ રીતે પોતાના ભાઈને રાખડી બાંધવા આવવું પડે. હું દરેક ભાઈને વિનંતી કરું છું કે તેઓ એવા કામ ન કરે જેનાથી બહેનોને આ રીતે જેલમાં આવવું પડે.
જેલના અધિકારીઓએ આ પ્રસંગ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. IPS નિધિ ઠાકુરના જણાવ્યા મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 3થી 5 હજાર બહેનો પોતાના ભાઈઓને મળવા આવી હતી. જેલ તંત્ર દ્વારા બહેનો માટે પાણી, પંખા અને શૌચાલય જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, આ વર્ષે DGP રાવના માર્ગદર્શન હેઠળ એક વિશેષ પહેલ કરવામાં આવી હતી, જેમાં કેદી ભાઈઓ દ્વારા પોતાની બહેનોને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવ્યા હતા.
નિધિ ઠાકુરે જણાવ્યું કે, બહેનો ભાઈઓ પાસેથી રક્ષાની આશા રાખે છે, પરંતુ ભાઈઓ પોતે જ આવી પરિસ્થિતિમાં હોય છે, તેમ છતાં જેલમાં રહીને પણ ભાઈ-બહેન મળી શકે એ ખુશીની વાત છે. આ પ્રસંગે કડક સુરક્ષા માટે લોકલ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી.
RAKSHABANDHAN CELEBRATION IN JAIL : સુરતની લાજપોર જેલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનનો તહેવાર ભાવનાત્મક રીતે ઉજવવામાં આવ્યો હતો. ઘણા વર્ષો બાદ આજે ભાઈઓને મળીને બહેનોની આંખોમાં ખુશી અને આંસુ બંને જોવા મળ્યા હતાં. જેલની કડક દિવાલોની અંદર પણ, આ પવિત્ર તહેવારે લાગણી અને પ્રેમનો માહોલ ઊભો કર્યો હતો. રક્ષાબંધનના પવિત્ર તહેવારે કેદીઓ અને તેમના પરિવારો વચ્ચેના સંબંધોને ફરીથી તાજા કર્યા હતા.
આ પ્રસંગે, બહેનોએ પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને સુખની કામના કરી હતી. જવાબમાં, ભાઈઓએ પણ પોતાની બહેનોને જીવનભર રક્ષણ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
RAKSHABANDHAN CELEBRATION IN JAIL : આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય કેદીઓને સમાજ અને તેમના પરિવાર સાથે ફરીથી જોડવાની તક આપવાનો હતો, જેથી તેઓ તહેવારોની ખુશીનો અનુભવ કરી શકે. લાજપોર જેલ પ્રશાસનની આ કામગીરીથી કેદીઓમાં સકારાત્મકતા અને સુધારાની ભાવના પ્રેરિત થઈ છે. આ એક ઉદાહરણ પૂરું પાડે છે કે, માનવીય લાગણીઓને કેદ કરી શકાતી નથી.