
Rajya Sabha : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર
Rajya Sabha : ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ આજે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થતાં ભાજપના ત્રણ જૂના જોગીઓનું પત્તું કપાઈ ગયું છે. ભાજપે આ વખતે રાજ્યસભામાં પણ નો રિપીટ થીયરી અપનાવી છે.
Rajya Sabha : કોણ છે રાજ્યસભાના ચારેય ઉમેદવારો?
મુકેશ રાઠવા: છોટાઉદેપુર જિલ્લા કવાંટના રહેવાસી છે, ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે
Rajya Sabha : જીતેન્દ્ર કણઝારીયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP)ના અગ્રણી નેતા અને કાર્યકર છે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કણઝારિયાનું નિધન થયું હતું
-રમીલા બેચરભાઈ બારા (નો રિપીટ)
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણી જાહેરનામું (Notification): 1 જૂન 2026
નામાંકન (Nomination) ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026
નામપત્રોની ચકાસણી (Scrutiny): 9 જૂન 2026
નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026
મતદાન અને પરિણામ: 18 જૂન 2026
ગુજરાતમાં કોંગ્રેસ માટે ઐતિહાસિક સંકટ
Rajya Sabha : ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. જો કોંગ્રેસ પાસે 10 ધારાસભ્યો હોય તો તેઓ માત્ર પોતાની દાવેદારી નોંધાવી શકે છે, પરંતુ જો ભાજપ થોડો પણ પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની જશે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.