રાજકોટમાં 25 વર્ષની પરિણીતાએ ગળેફાંસો ખાધો…

રાજકોટમાં 25 વર્ષની પરિણીતાએ ગળેફાંસો ખાધો
રાજકોટના (Rajkot) જયનગર મેઈન રોડ વિસ્તારમાં રહેતી નિઃસંતાન પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. આજીડેમ પોલીસે (Police) આ બનાવમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શીતલ નિમાવત નામની 25 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.જેને પગલે પરિવારજનોએ 108ને જાણ કરતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 108ના EMTએ પરિણીતાને તપાસી મૃત જાહેર કરી આજીડેમ પોલીસને (Police) જાણ કરી હતી.
પોલીસે (Police) મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ (Police) તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક પરિણીતાના ચાર વર્ષ પૂર્વે જ નાગરાજ નિમાવત સાથે લગ્ન થયા હતા. જો કે હજુ સુધી સંતાન ન હોવાનું સામે આવ્યું છે. આજીડેમ પોલીસે (Police) આ બાબતે ગુનો નોંધી હતભાગી મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગેની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *