રાજકોટમાં બે જગ્યાએ તસ્કરોએ કર્યો હાથ ફેરો: બંધ મકાનમાંથી ૧.૩૪ લાખની અને કવાર્ટરમાંથી ૧૩ હજારની મત્તાની ચોરી કરી

રાજકોટમાં તસ્કરો ફાવી ગયા હોય તેમ રોજ અનેક જગ્યાએથી ચોરીના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત રાજકોટમાંથી બે જગ્યાએ તસ્કરોએ હાથફેરો કર્યો છે. એક બંધ મકાનમાંથી ૧.૩૪ લકાખની મત્તાચોરી ગયા ત્યારે બીજી બાજુ એક વૃદ્ધના ઘરમાંથી ૧૩ હજારની ઉઠાંતરી કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ મુળ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના વતની અને કોઠારિયા સોલવન્ટ પાસે આવેલી સિતારામ સોસાયટીમાં રહેતા સદામ હુસેન વલીમામદ શેખના તા.૮ થી ૧૦ દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી પતરાના કબાટ અને પ્લાયવુડના કબાટનો માલ સામાન વેર વિખેર કરી રૂા.૭૦ હજાર રોકડા અને ૬૪,૮૦૦ રોકડા મળી રૂા.૧,૩૪,૮૦૦ની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી સ્થાયી થઇ માલીયાસણ ખાતે આવેલી એચ.એ.રોડવેઝમાં ડ્રાઇવીંગ કરતા સદામહુસેન શેખ પોતાના પરિવાર સાથે ગત તા.૮મીએ ધ્રાફા નજીક આવેલા વાલાસણ ગામની મુરાદશાપીરની દરગાહે માનતા પુરી કરવા ગયા હતા અને ત્યાંથી પોતાના વતન ઝાંઝમેર ખાતે ગયા હતા તે દરમિયાન પાડોશી પિન્ટુબેન ભરવાડનો ફોન આવ્યો હતો અને મકાનના દરવાજા ખુલ્લા હોવાની જાણ કરતા પરિવાર સાથે ગઇકાલે બપોરે રાજકોટ આવી ગયા હતા.

ઘરે આવીને તપાસ કરતા તસ્કરોએ બંને કબાટમાં માલ સામાન વેર વિખેર કરી રૂા.૭૦ હજાર રોકડા અને રૂા.૬૪,૮૦૦ની કિંમતના સોના-ચાંદીના ઘરેણા મળી રૂા.૧.૩૪ લાખની મત્તાની ચોરી થયાની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જે.પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *