PM મોદીએ જણાવ્યું કે, આવનારા સમયમાં સેલવાસા અને આસપાસનો વિસ્તાર સ્વાસ્થય સુવિધાને લઈ બહુ મજબૂત થવાનો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણના પ્રવાસે છે તેઓ દમણ ખાતે અનેક પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. એરપોર્ટથી મશાલ ચોક માર્ગ પર PMને આવકારવા લોકોની ભારે ભીડ ઉમટી અને PM મોદીનું દમણમાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું છે
PM મોદીની પાંચ મોટી વાતો
સેલવાસે હવે આધુનિકતા અપનાવી છે
છેલ્લા 9 વર્ષમાં સરકારની કામ કરવાની પદ્ધતિ બદલાઈ
રાજનીતિના તોલે વિકાસકાર્યોને તોલવામાં આવે તે દુર્ભાગ્યપૂર્ણ
આજે સરકાર તૃષ્ટિકરણ પર નહીં સંતુષ્ટિકરણ ઉપર કામ કરે છે
ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવ્યો
વડાપ્રધાન મોદીએ શુ કહ્યું?
પ્રધાનમંત્રીએ પૂછ્યું- કેમ છો બધા? ત્યા બાદ કહ્યું કે, હું જ્યારે અહીં આવું છું મન આનંદથી ભરાઈ જાય છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ ક્ષેત્રની એક મોટી વિશેષતા છે કે, પહેલા જેવો સેલવાસા હવે રહ્યો નથી. તેમણે કહ્યું કે, અહીં કેન્દ્ર સરકાર ખૂબ જ સારૂ કામ કરી રહી છે. ગત પાંચ વર્ષમાં સાડા પાંચ હજાર કરોડ જેટલા વિકાસ કાર્યોમાં ખર્ચ્યા છે આ કેન્દ્ર સાશિત પ્રદેશ બીજા રાજ્યને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આજે મને ખુશીની વાત એ છે કે, આજે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે જેમાંથી કેટલાક વિકાસકાર્યોના ખાતમુર્હૂત પણ મારા હસ્તે જ થયા હતાં. જ્યારે પહેલા ખાતમુર્હૂતની થઈ જતા પણ લોકોર્પણ ન થતા અને તક્તી પણ શોધી મળતી ન હતી અને વિકાસ કાર્યો વર્ષો વર્ષ લટકતા હતાં.
‘સેલવાસા સ્વાસ્થય સુવિધાને લઈ બહુ મજબૂત થવાનો’
PM મોદીએ જણાવ્યું કે, આવનારા સમયમાં સેલવાસા અને આસપાસનો વિસ્તાર સ્વાસ્થય સુવિધાને લઈ બહુ મજબૂત થવાનો છે તેમજ હવે ગરીબ માતાનો દીકરો પણ ડોકટર બનવાનું સપનું સેવી શકે છે તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી સરકારે દેશના 3 કરોડથી વધુ ગરીબ પરિવારનો પાકું ઘર બનાવીને આપ્યું છે
પ્રધાનમંત્રી મોદીએ દમણના સુદર સી ફેસ રોડ સહિત અંદાજે 4 હજાર 800 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે
PMનો ભવ્ય સ્વાગત કરાયો
પ્રધાનમંત્રી મોદીની આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમનુ પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. નાશિક ઢોલ અને લેજીમના તાલથી સ્વાગત કરાયું છે. યુવતીઓ ઢોલ વગાડીને લેજીમના તાલે તેમજ બાળકોએ ભારતીય પારંપરિક વસ્ત્રો પહેરી સ્વાગત કર્યો છે