pm modi kutch : કચ્છમાં ઇન્દિરાજીથી એક કદમ આગળ થશે નરેન્દ્ર મોદી

Pm modi
Pm modi

♦ કચ્છમાં ઇન્દિરાજીથી એક કદમ આગળ થશે નરેન્દ્ર મોદી pm modi kutch

Pm modi kutch : કચ્છ માટે અપાર સ્નેહ અને લાગણીઓ થી જોડાયેલા દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (modi ) સવાયા કચ્છી કચ્છ ની મુલાકાતે 26 મી તારીખે ભુજ કચ્છ આવી રહ્યા છે ત્યારી કચ્છી પ્રજા અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષો પહેલા જ્યારે મોદીજી ગુજરાત ના મુખ્ય મંત્રી હતા ત્યારે કચ્છ ની મુલાકાતે આવ્યા હતા ત્યારે ભુજ ની સભા માં લાલન કોલેજ થી લાલકિલ્લા સુધી મોદીજી પહોચશે તેવો શ્લોગન અપાયું હતું અને થોડાજ સમય બાદ મોદીજી દેશ ના વડા પ્રધાન બન્યા આમ કચ્છ થી મોદી જી ને અનેરો લાગવ છે.

Pm modi kutch : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમી વખત કચ્છની મુલાકાતે 26મીના સોમવારે સાંજે ભુજ આવી રહ્યા છે, ત્યારે આ અગાઉ કચ્છની ધરતી પર અત્યાર સુધી ભારતના સાત વડાપ્રધાને વખતો વખત મુલાકાત લીધી છે તેનો રોચક ઇતિહાસ જાણવો રસપ્રદ બની રહેશે. 

Pm modi kutch : નોંધનીય વાત એ છે કે, ઇન્દિરા ગાંધી આઠવાર કચ્છ આવ્યાં હતાં, શ્રી મોદી ( modi ) નવમીવાર કચ્છની ધરતી પર પગ મૂકશે. 

જવાહર લાલ નહેરુ જી Pm modi kutch
જવાહર લાલ નહેરુ જી Pm modi kutch

Pm modi kutch : સ્વતંત્ર ભારતના સૌપ્રથમ વડાપ્રધાન બનવાનું માન ધરાવનારા જવાહરલાલ નેહરુ કચ્છમાં પ્રથમ વખત આવનારા ભારતના વડાપ્રધાન તરીકેનું સન્માન ધરાવે છે. આજથી લગભગ સાડાસાત દાયકા અગાઉ એટલે કે 1947માં આઝાદી મળી તે પછી ચાર વર્ષ પછી 1952માં જાન્યુઆરી મહિનાની 10મી તારીખે વિખ્યાત કંડલા બંદરની પાયાવિધિ કરવા કચ્છ આવ્યા હતા. 

Pm modi kutch : 1952 બાદ ચાર વર્ષ પછી 1956માં ગોઝારા ભૂકંપ બાદ અંજારમાં પ્રજાના દુ:ખદર્દને જાણવા અને તેનું નિરાકરણ કરવા આવ્યા હતા, તો 10મી ફેબ્રુઆરી 1962ના ચૂંટણી સંદર્ભે ત્રીજીવાર ચાચા નેહરુએ કચ્છ મુલાકાત લીધી હતી. આમ, તેઓએ ત્રણવાર કચ્છમાં આવી લોકોના ખબરઅંતર પૂછ્યા હતા.

લાલબહાદૂર શાત્રીજી Pm modi kutch
લાલબહાદૂર શાત્રીજી Pm modi kutch

Pm modi kutch : જવાહરલાલ નેહરુ બાદ કચ્છની મુલાકાત લેનારા બીજા પ્રધાનમંત્રી લાલબહાદૂર શાત્રીજી હતા કે જેઓ 1965ના માર્ચ મહિનાની સાતમી તારીખે ફ્રી ટ્રેડ ઝોનની પાયાવિધિ કરવા કચ્છ આવ્યા હતા. આમ, એક રીતે જોઇએ તો કંડલા બંદરની પાયાવિધિ નેહરુનાં નામે, જ્યારે ફ્રી ટ્રેડ ઝોનની પાયાવિધિ વડાપ્રધાન શાત્રીજીનાં નામે છે. 

ઇન્દિરા ગાંધી Pm modi kutch
ઇન્દિરા ગાંધી Pm modi kutch

Pm modi kutch : કચ્છમાં સૌથી વધારે વાર આઠવાર કચ્છની મુલાકાતનો ઐતિહાસિક વિક્રમ અત્યાર સુધી લોખંડી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો છે, પણ આ વખતે વડાપ્રધાન નવમી વખત કચ્છ આવી એ વિક્રમ તોડશે અને હવે સૌથી વધારે નવ વખતનો કચ્છની મુલાકાતનો ઐતિહાસિક વિક્રમ ધારાવનારા વડાપ્રધાન થશે. આમ તો મુખ્યપ્રધાન તરીકે 80થી વધારે વાર કચ્છની મુલાકાતે આવી કચ્છની દરકાર લેવાનો તેમનો અનોખો વિક્રમ તો આ અગાઉ છે જ, પણ હવે મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંને થઇને જો કુલ મુલાકાતનો સરવાળો કરીએ તો તે શાનદાર સદી બનાવવાની બિલકુલ નજીક પહોંચી ગયા છે એમ ચોક્કસપણે કહી શકાય. ઇન્દિરા ગાંધીની મુલાકાત પર દૃષ્ટિપાત કરીએ તો 1973ની 8મી જાન્યુઆરીએ દુષ્કાળગ્રસ્ત કચ્છની મુલાકાત, 21મી જાન્યુઆરી 1981માં ચૂંટણીસભા સંબોધવા તેમજ તરુણ મિત્રમંડળના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તેઓએ કરી હતી. આ ઉપરાંત શ્રીમતી ગાંધીએ 28/9/1968, 23/1/1970, 3/1/1972, 8/11/1974, 20/5/1975 તેમજ 28/10/1979 એમ કુલ આઠ વખત કચ્છની મુલાકાત લીધી હતી. 

મોરારજી દેસાઈ Pm modi kutch
મોરારજી દેસાઈ Pm modi kutch

Pm modi kutch : ગુજરાતના પનોતા પુત્ર અને સિદ્ધાંતનિષ્ઠ ગાંધીવાદી મોરારજી દેસાઇ સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન થવાના નાતે ઓક્ટોબર માસમાં 19મી તારીખ, 1978ના કચ્છની મુલાકાત લઇ કચ્છની એક સમયની ઉદ્યોગજગતની જીવાદોરી સમાન પાનધ્રો ખાણના પ્રકલ્પનું ઉદ્ઘાટન કરી કચ્છના વિકાસના દ્વાર ઉઘાડયા હતા.

પી. વી. નરસિમ્હા રાવ Pm modi kutch
પી. વી. નરસિમ્હા રાવ Pm modi kutch

Pm modi kutch : વિદ્વાન, વિચક્ષણ અને પીઢ રાજકારણી એવા પી. વી. નરસિમ્હા રાવ વડાપ્રધાન તરીકે 91ની સાલમાં નવેમ્બર મહિનાની બારમીએ ભુજની ચૂંટણીસભા સંબોધવા આવ્યા હતા, એ રીતે જોઇએ તો નરસિમ્હા રાવની અને મોરારજી દેસાઇ તથા લાલબહાદૂર શાત્રીની એક-એક કચ્છ મુલાકાત રહી હતી. 

રાજીવ ગાંધી Pm modi kutch
રાજીવ ગાંધી Pm modi kutch

Pm modi kutch : ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિનું પ્રચંડ મોજું દેશમાં ફરી વળ્યું અને ભારતના અત્યાર સુધીના સૌથી યુવા પ્રધાનમંત્રી બનનારા રાજીવ ગાંધી કુલ પાંચવાર કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે. સત્તા ગ્રહણ કર્યા પછી તા. 4/12/1984 તેમજ 2/3/1985માં કચ્છ આવ્યાની સાથે કચ્છમાં તે સમયે પડેલા કારમા દુકાળ વખતે મલમપટ્ટો કરવા માટે વીસમી માર્ચ, 1986માં આવ્યા હતા અને ઢોરવાડા તેમજ રાહતકામોનું જાતનિરીક્ષણ કર્યું હતું. તે જ રીતે 1987ની 23મી સપ્ટેમ્બરે ફરી એકવાર દુકાળ સંદર્ભે અને 1989ની આઠમી ઓક્ટોબરે ચૂંટણીસભા સંબોધવા કચ્છ આવ્યા હતા. 

અટલ બિહારી vajpei Pm modi kutch
અટલ બિહારી વાજપેયી Pm modi kutch

Pm modi kutch : કવિહૃદય, અજાતશત્રુ અને પોખરણ અણુધડાકાના પ્રેરણાસ્રોત અટલ બિહારી વાજપેયીની કેન્દ્રમાં ભાજપ પ્રેરિત સરકાર બની ત્યાર પછી સર્વપ્રથમ વાર 1998ની નવમી જૂને કંડલાના વિનાશક વાવાઝોડાં સંદર્ભે વિભીષિકાનો તાગ મેળવવા અને કચ્છી પ્રજાને તેમાંથી ઉગારવા માટે આવ્યા હતા. તેવી જ રીતે સદીનો વિનાશક ભૂકંપ ગણાનારા 26મી જાન્યુઆરી, 2001ના ચોથે જ દિવસે કચ્છ આવ્યા હતા અને ત્યારબાદ છ મહિના બાદ સળંગ બે દિવસ ત્રીજી તથા ચોથી જૂને રીતસરના કચ્છમાં ધામા નાખ્યા હતા અને ઐતિહાસિક અને વર્ષો સુધી ઉપકારક નીવડનારા એવા પાંચ વર્ષનો ટેક્સ હોલી-ડે, 125 કરોડના ખર્ચે તૈયાર થનારા જનરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજની પાયાવિધિ તેમજ ભુજ-મુંબઇ બ્રોડગેજ ટ્રેનને લીલીઝંડી આપી કચ્છવાસીઓને પેઢીઓ સુધી યાદ રહે તેવી ભેટ આપી હતી. 14મી જાન્યુઆરી 2004ના `અટલ મહેલ’નાં નામે જાણીતી બનેલી જનરલ હોસ્પિટલનું ઉદ્ઘાટન અને લોકાર્પણ તેમના હસ્તે ભુજની ભૂમિ પરથી થયું હતું. 

Pm modi kutch : અગાઉના સાત વડાપ્રધાનની કચ્છ મુલાકાતની સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમા વડાપ્રધાન છે કે જેઓ કચ્છની નવમી મુલાકાતે આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતાની તેઓ સીમાવર્તી કચ્છ જિલ્લામાં ઉજવણી કરશે. માતાના મઢ દર્શન બાદ રોડ-શો અને જાહેર સભા સંબોધશે અને કચ્છ ને વિવિધ વિકાસ ના કામો ની ભેટ અર્પણ કરશે.

વધુ સમાચારો અપડેટ જાણવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *