PM મોદીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ પર આપ્યું નિવેદન, દેશભરમાં ચર્ચા
PM પીએમ નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને સારી ફિલ્મ ગણાવી છે
PM પીએમ નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને સારી ફિલ્મ ગણાવી છે અને લખ્યું છે કે – સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે, અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો જોઈ શકે. તાજેતરમાં જ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ રિલીઝ થઈ છે, ગોધરા રમખાણો પર આધારિત આ કહાનીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન પણ ખેંચ્યું છે. એક્સ પર પોતાની રાય શેર કરતી વખતે પીએમએ આ ફિલ્મને સારી ગણાવી અને કહ્યુ કે જે સાચુ હોય છે તે સામે આવી જાય છે.
PM પીએમએ વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું- તમે ખૂબ જ સરસ કહ્યું. સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. ખોટી કહાની મર્યાદિત સમય માટે જ ટકી શકે છે. છેવટે તથ્ય હંમેશા સામે આવી જ જાય છે.
પોસ્ટમાં દર્શાવેલ ફિલ્મ વિશે ખાસ વાતો..
પીએમએ એક X પોસ્ટ પણ શેર કરી જેમાં ફિલ્મ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવી હતી. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શા માટે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવી જોઈએ. આને હાઇલાઇટ કરીને પોસ્ટમાં ચાર મુદ્દા લખવામાં આવ્યા છે.
આ પ્રયાસ ખાસ કરીને પ્રશંસનીય છે કારણ કે તે આપણા તાજેતરના ઈતિહાસની સૌથી શરમજનક ઘટનાઓમાંની એક વિશેનું મહત્ત્વનું સત્ય સામે લાવે છે.
નિર્માતાઓએ ખૂબ જ સેંસિટિવ ઇશૂને બહુ જ સેંસિટિવિટી સાથે હૈડલ કર્યા છે. અને તેટલી ઇમાનદારી સાથે બનાવ્યા છે.
મોટા મુદ્દા પર સાબરમતી એક્સપ્રેસના મુસાફરોને સળગાવવાની ઘૃણાસ્પદ ઘટનાને કેવી રીતે રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એક જૂથ દ્વારા તેને લેન્ડમાઇનમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેઓએ આને એક નેતાની છબીને કલંકિત કરવાના સાધન તરીકે જોવામાં આવ્યું હતું. તેમની ઇકો સિસ્ટમે જૂઠાણા ફેલાવવાનો તેમનો એજન્ડા સેટ કરવા માટે એક પછી એક જુઠ્ઠાણા ચલાવવાનું શરૂ કર્યુ.
અંતે 59 નિર્દોષ પીડિતોને તેમની વાત રજૂ કરવાનો મોકો મળ્યો. હા જેમ તેઓ કહે છે, સત્ય હંમેશા જીતે છે. આ ફિલ્મ એ 59 નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે ખરેખર શ્રદ્ધાંજલિ છે જેમને આપણે ફેબ્રુઆરીની સવારે ગુમાવ્યા.
27 ફેબ્રુઆરી 2002ના બનેલી ગોધરાની ઘટના પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટ્રોન્ગ કન્ટેન્ટ પર આધારિત હોવા છતાં આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો છે.
#bollywoodnews #TheSabarmatiReportfilm #PMNarendraModi #VikrantMassey