સુરતમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યો, CCTVમાં અકસ્માત કેદ
સુરતના પાલ વિસ્તારમાં ડમ્પરચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો, CCTVમાં જોઈ શકાય છે કે, રોડ ક્રોસ કરતા વિદ્યાર્થીને ડમ્પરચાલક ટક્કર મારીને ફરાર થયો હતો.
રાજ્યના મહાનગરોમાં દિવસના સમયે ભારે વાહનના શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે. આમ છતાં અવાર-નવાર ભારે વાહનો શહેરમાં દોડતા જોવા મળે છે. આ વાહનોના કારણે ઘણી વખત અકસ્માત પણ થાય છે, ત્યારે આવો જ એક અકસ્માત સુરતમાંથી સામે આવ્યો છે. જો કે, સમગ્ર મામલે પોલીસે કાર્યવાહીનો દંડો તો ચલાવ્યો છે પરંતુ ઉલ્લેખનીય વાત એ પણ છે કે, આવી ઘટના આ પ્રથમવાર નથી બની.
સુરતમાં ડમ્પરચાલકો બન્યા બેફામ
સુરત ના પાલ વિસ્તારમાં ડમ્પર ચાલક કમલેશ નામના વ્યક્તિએ 13 વર્ષીય વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. જેના કારણે વેદાંત માંકોડિયા નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વિદ્યાર્થીને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે. ઘટનાના હચમચાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.