તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકા કે જ્યાંના આદિવાસી વિસ્તાર ખાતે આદિવાસી એકતા દ્વારા બુહારી ખાતે કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાના પૂતળાં નું દહન કરી મોટો વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાને અડીને આવેલ બારડોલી પછી આવતો જીલ્લો એટલે દક્ષિણ ગુજરાતનો મહત્વનો એવો તાપી જીલ્લો કે જ્યાં આદિવાસી બહુલાત્તા ધરાવતો મોટો જીલ્લો છે કે જ્યાં આદિવાસી એકતા સંગઠનનું કહેવું છે કે મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં હાજરી આપી અહ્તી અને ત્યાં તેમેને તે કારેક્રમ દરમ્યાન એક વિવાદિત નિવેદન આપ્યું હતું કે આદિવાસી દારૂડિયા છે. તેવોની દારૂ વગર સાંજ તેમની પડતી જ નથી, તેવું વિવાદિત નિવેદન આપતાજ જાણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગાયો હતો અને જ્યાં આ વાત વાયુ વેગે રાજ્ય સહીત જિલ્લામાં પ્રસરતા ની સાથેજ સંગઠનના આગેવાનોનું કહેવું હતું કે ,શું આદિવાસી સિવાય બીજા લોકો ગુજરાતમા દારૂ નથી પીતા? ભાજપના મત્રી દ્વારા આ જાતિગત મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. માટે મંત્રી જાહેરમા આદિવાસી સમાજની માફી માગે એવી માંગ કરી હતી. આ સાથે મંત્રીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું..અને તેમના પક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.