કચ્છ બોર્ડર રેન્જના છાપરી ચેકપોસ્ટ પાસેથી રૂા.૨.૨૭ લાખનું અફીણ ઝડપાયું

અંબાજી બનાસકાંઠા જિલ્લાના અંબાજીના છાપરી ચેકપોસ્ટ પાસેથી પોલીસે ૨.૨૭૭ કિલોગ્રામ અફીણ કિંમત રૂા.ર,ર૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. કચ્છ બોર્ડર રેન્જના આઈજી જે.આર. મોરથલીયા તથા બનાસકાંટા એસપી તરુણકુમાર દુગ્ગલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ અટકાવવા સારૂ કાર્યવાહી કરવા સુચના કરાતા મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અંબાજી પીઆઇ જે.બી. આચાર્યની સૂચના અન્વયે પીએસઆઈ પી.કે. લીમ્બાચીયા તથા પોલીસ સ્ટાફના માણસોએ છાપરી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન અફીણના જથ્થા સાથે રાજસ્થાનના પ્રકાશસિંગ મોગુસિંગ રાવત (મીણા)ની અટક કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *