યુવતીએ ઓનલાઈન ઠગાઈમાં ગુમાવેલા રૂ.30 હજાર 3 દિવસમાં પરત મેળવ્યા

ગાંધીધામમાં યુવતી સાથે ઓનલાઈન ઠગાઈનો બનાવ બન્યો હતો. જે યુવતીને સ્થાનિક સાઈબર પોલીસના સહયોગથી ગુમાવેલા રૂપિયા પરત મળ્યા છે. ગાંધીધામની જાગૃત યુવતી તારા હેમચંદ્ર યાદવએ ઓએલએક્સ પર પોતાની જુની કાર અને ફર્નીચર વેંચવા કાઢ્યું હતું, જેના પ્રત્યુતરમાં દિલ્હી સ્થિત હોવાનું અને પોતાનું નામ યશવંત ચૌધરી હોવાનું જણાવતા એક શખ્સે સંપર્ક કર્યો હતો, જેણે તેનો પુત્ર ભારતનગરમાં રહેતો હોવાનું અને તેના માટે આ સામગ્રીની આવશ્કયતા હોવાથી ખરીદી કરવા માંગતા હોવાનું જણાવીને પેટીએમમાં એક રુપીયો મોકલાવીને આ એમનુંજ એકાઉન્ટ છે ને? તેવી ખાત્રી કરીને વિશ્વાસ હાંસલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ બારકોડનો ફોટો મોકલતા તેને અપલોડ સાથેજ પહેલા 10 અને ત્યારબદ 20 એમ કુલ ત્રીસ હજાર રુપીયા યુવતીના એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા. જોકે, સામે છેડેથી ઠગ પોતાની મીઠી ભાષામાં તે પરત આવી જશે તેવું કહીને યુવતીને સતત આ ષડયંત્રમાં રચ્યો પચ્યો રાખવા માંગતો હતો. પરંતુ સચેત થઈ જઈને તારા યાદવ સીધી સાઈબર પોલીસ મથકે પહોંચીને આ અંગે જાણ કરી હતી, પોલીસ જવાનોએ આ ઠગાઈ કરનારોજ કોલ હોવાનું જણાવીને કાર્યવાહી આરંભી હતી. દરમ્યાન આરોપીએ ફરી યુવતીનો સંપર્ક કરીને ખુલ્લી રીતે પોતે તેને છેતરી હોવાનો એકરાર કર્યો હતો
ત્યારબાદ પ્રધાનમંત્રી કાર્યાલયમાં મેઈલ કરીને આ ઘટના અંગે જાણ કરતા તે ગૃહ વિભાગ સુધી પહોંચી હતી અને 29 જુલાઈનમાં થયેલી આ ઠગાઈના રુપીયા 3 ઓગસ્ટના પરત તેના ખાતામાં જમા થઈ ગયા હતા. આજકાલ જ્યારે આ પ્રકારની ઠગાઈઓનો સીલસીલો વધ્યો છે
ત્યારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને જાગૃતતા પુર્વક સ્થિતિનો સામનો કરી ન્યાય હાંસલ કરી શકાય છે, તેવો સંદેશ પુરો પડાયો હતો. આ કામગીરીમાં પીઆઈ એ.જી. સોલંકી, હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને સાઈબર ક્રાઈમ પોલીસ મથકનો સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યાનું યુવતીએ જણાવ્યું હતું. આ પ્રકરણમામ મહત્વની ભુમીકા ભજવનાર દિવ્યરાજસિંહએ આવી કોઇ પણ સ્થિતિમાં ફસાયેલા લોકોને તુરંત 1930 પર સંપર્ક સાધવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *