“રખડતા ઢોર માત્ર ખેડૂતોના ખેતરો જ નથી ખાઈ રહ્યા, પરંતુ દેશનું ભવિષ્ય ખાઈ રહ્યા છે”: વરુણ ગાંધી

ભાજપના પીલીભીત સંસદીય ક્ષેત્રના સાંસદ વરુણ ગાંધીએ રખડતા ઢોરથી પીડિત ખેડૂતોની સમસ્યાઓ અંગે ચેતવણીના સૂરમાં કહ્યું છે કે રખડતા ઢોર માત્ર ખેડૂતોના ખેતરો જ નથી ખાઈ રહ્યા છે, પરંતુ દેશનું ભવિષ્ય ખાઈ રહ્યા છે. બીજેપી સાંસદ વરુણ ગાંધીએ બિલસંદાના બમરૌલી ગામ અને બરખેડાના માધવાપુર ગામમાં જન સંવાદ કાર્યક્રમોને સંબોધિત કરતા આ વાત કહી.

તેમણે એમ પણ કહ્યું કે આ માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. દેશના મોટાભાગના ખેડૂતો દેવામાં ડૂબ્યા છે અને ઉપરથી આ અત્યાચાર સહન કરી શકાય તેમ નથી. સાંસદના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ વરુણ ગાંધીએ જાહેર સંવાદમાં કહ્યું કે જેટલા પણ વિચારવા, સમજવા અને દેહની ચિંતા કરવાવાળા લોકો છે, તેઓ જાણે છે કે સિસ્ટમમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. બેંકો દ્વારા અપાતી લોનમાં બેવડી વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા ગાંધીએ કહ્યું કે આ દેશમાં સામાન્ય માણસ માટે લોન એટલી મુશ્કેલ બનાવી દેવામાં આવી છે કે તે બેંકોના આંટા મારતો રહે છે, જયારે અમીર લોકોની મોટી-મોટી કંપનીઓને સરળતાથી લોન મળી જાય છે. 

તેમણે ટોણો માર્યો હતો કે દેશના મોટા ડિફોલ્ટરો સન્માન સાથે જીવે છે, પરંતુ સામાન્ય માણસને લોન ચૂકવવામાં સહેજ પણ વિલંબ થાય તો તેમનું અપમાન થાય છે અને જપ્તી પણ કરી લેવામાં આવે છે. સાંસદે કહ્યું કે તેઓ વ્યક્તિગત રૂપથી કોઈની આલોચના નથી કરી રહ્યા, પરંતુ તેઓ આવી વ્યવસ્થાથી ખૂબ જ ચિંતિત છે. વરુણે કહ્યું કે જે લોકો ધર્મ અને રાજનીતિની વાત કરે છે તેઓએ ભગવાન શ્રી રામ પાસેથી શીખવું જોઈએ. જણાવી દઈએ કે સાંસદ વરુણ ગાંધી અલગ-અલગ મુદ્દાઓ પર પોતાની જ પાર્ટીની સરકારને અરીસો બતાવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *