ફેસબુકના માધ્યમથી મેંદરડાના તબીબ સાથે 1 કરોડ 32 લાખની ઠગાઈ કરનાર નાઈજીરીયન શખ્સ દિલ્લીથી ઝ઼ડપાયો

જૂનાગઢ જીલ્‍લાના મેંદરડાના 70 વર્ષીય નિવૃત તબીબ સાથે ફેસબુક થકી ફ્રેન્‍ડ બની વિદેશી નાણા અને ગીફટની લાલચ આપીને 1 કરોડ 32 લાખની ઠગાઇ કર્યાનો કિસ્‍સો પોલીસ સમક્ષ આવેલ હતો. જેને લઇ સાયબર સેલના સ્‍ટાફએ દિલ્‍હીથી એક નાઇજીરીયન શખ્‍સને દબોચી લઇ તેની ગેંગને પકડવા દિલ્‍હીમાં ઘામા નાખ્‍યા છે.
જીલ્‍લાના મેંદરડાના નિવૃત તબીબ જીવરાજભાઇ પાનસુરીયાને ફેસબુકમાં ફ્રેન્‍ડ રીકવેસ્‍ટ મોકલીને એક ગેંગે વિદેશી નાણાં અને મોંઘીદાટ ગિફટ મોકલીને તે પાર્સલ છોડાવવાના બદલમાં તેમજ NGOના નામે લોકડાઉનમાં લોકોને મદદ કરવાના બહાના હેઠળ અત્‍યાર સુઘીમાં રૂ.1.32 કરોડની રકમ પડાવી લીઘાનો મામલો સાયબર સેલ પોલીસ મથકમાં નોંઘાયો હતો.
આ મામલાને લઈ સાયબર સેલે તપાસ હાથ ઘરી ટેકનીકલી સ્‍ત્રોતના આઘારે દિલ્‍હી ખાતેથી પ્ર‍િન્‍સ હેઝેકીયા ઉર્ફે જયોર્જ માર્ટીન (ઉ.વ.38) નામના નાઇજીરીયન શખ્‍સને ઓલ્ડ પાલમ રોડ પરના દ્રારકા વિસ્‍તારમાંથી ઝડપી લઇ રીમાન્‍ડ પર લઇ પુછપરછ શરૂ કરી છે.
આ અંગે પીઆઇ કે.કે.ઝાલાએ જણાવેલ કે, આ એક આખી ટોળકી છે જેઓ ફેસબુકના માઘ્‍યમથી લોકોને જાળમાં ફસાવીને નાણાં પડાવવાનો ઘંઘો કરે છે. પકડાયેલ શખ્‍સની પુછપરછમાં અન્‍ય એક મહિલા સહિત ચાર જેટલા વ્‍યકિતઓના નામ ખુલ્‍યા છે. જેને પકડવા માટે હાલ પોલીસની એક ટીમ દિલ્‍હીમાં તપાસ કરી રહી છે. જયારે રૂ.1.32 કરોડની ઠગાઇ મામલે હાલ રૂ.19 લાખ જેવી રકમ રીકવર પણ કરવામાં આવી છે. આ ટોળકી દિલ્‍હીના ઉતમનગર વિસ્‍તારમાંથી પોતાનું નેટવર્ક ઓપરેટ કરી હતી અને તેઓ મહિલાઓ મારફત ફ્રેન્‍ડ રીકવેસ્‍ટ મોકલી પરિચય કેળવી વિશ્વાસમાં લઇ ઠગાઇ કરવાની MO ઘરાવે છે. આ ટોળકીના અન્‍ય શખ્‍સો પકડાયા બાદ વઘુ વિગતો બહાર આવશે. જેથી જૂનાગઢ રેન્‍જ સાયબર પોલીસની ટીમે દિલ્‍હીમાં ઘામા નાંખી તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *