News: રાજ્યભરમાં મોટા ભાગના શહેરોમાં ગરમી નો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે જ્યાં શહેરીજનોએ બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી હતી. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા છે જ્યારે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લીધો હતો. જૂનાગઢ શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જ્યારે ગિરનાર પર્વત પર તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આવા ધગધગતા તાપમાં લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે. વેકેશનનો સમય હોવા છતા પણ પ્રવાસન સ્થળો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.
રાજકોટમાં આજે 43.5 ડિગ્રી તાપમાન
News : રાજકોટની ગરમીના પ્રકોપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં આજે 43.5 ડિગ્રી તાપમાન નોંધાયા છે. ગરમીથી બચવા લોકો ઠંડાપીણાનુ સેવન કરી રહ્યા છે. આઈસક્રીમ, સોડા અને શેરડીના રસનુ સેવન વધી રહ્યુ છે.
Gujarat Police : શું ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ છે ગુમ! આખરે શું છે સત્ય? ગુજરાત પોલીસનો ખુલાસો
રોડ-રસ્તા બપોરે સૂમસામ બન્યા
News: અમદાવાદમાં સતત આકરી ગરમી પડી રહી છે જેના કારણે શહેરના રોડ-રસ્તા બપોરે સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. શેરડીના રસથી લોકો ગરમીમાં ઠંડક મેળવી રહ્યા છે.
ગિરનાર પર્વત પર તાપમાન 47 ડિગ્રી
આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ શહેરોમાં ગરમી નો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે જૂનાગઢમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જ્યારે ગિરનાર પર્વત પર તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આવા ધગધગતા તાપમાં લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે. વેકેશનનો સમય હોવા છતા પણ પ્રવાસન સ્થળો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.