News
News : ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીના બ્લોક નં.2માં પ્રથમ માળે આગ લાગતા અફરા તફરી, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આગની ઘટના બની છે. કચેરીના બ્લોક નં.2માં પ્રથમ માળે આગ લાગતા અફરા તફરી મચી હતી. સૂત્રો થી મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમા આગના બનાવના પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો.News
News: પેપર વગેરે સલામત છે: હસમુખ પટેલ
કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવનાનું જાણવા મળ્યું છે તેમજ આગના પગલે ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓ કચેરીમાંથી બહાર દોડી આવ્યા હતાં. જે બનાવના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ લાગી હતી ત્યાં ફક્ત ફર્નીચર બળ્યું છે.
એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી
સમગ્ર બનાવના પગલે ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરે જણાવ્યું હતું કે, એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે તેમજ આગ લાગતા રૂમનું ફર્નિચર તેમજ કેટલાક રેકોર્ડ પણ આગમાં ઝપેટમાં આવ્યા છે. જો કે, 14 હજાર લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.