NEWS: જન કલ્યાણ મેડિકલ સોસાયટીના વિકાસ માટે અને આર્થિક રીતે સધ્ધર બનાવવા વિદેશ જતા સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીને શુભેચ્છા પાઠવવા સમારોહ યોજાયો.

NEWS : જન કલ્યાણ મેડિકલ સોસાયટીના વિકાસ માટે અને આર્થિક રીતે સધ્ધર બનાવવા વિદેશ જતા સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીને શુભેચ્છા પાઠવવા સમારોહ યોજાયો.

NEWS: માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસ સેન્ટર – માંડવીના વિકાસ માટે સંસ્થાના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી એક મહિના માટે મુંબઈ અને વિદેશ જતા હોઇ તેમને શુભેચ્છા પાઠવવા તાજેતરમાં સંસ્થામાં એક સમારોહ યોજાયો હતો.

NEWS: પ્રમુખ પદેથી સંસ્થાના પ્રમુખ શ્રી કિરણકુમાર સંઘવી એ જણાવ્યું હતું કે, સંસ્થાના વિકાસ માટે અને સંસ્થાને આર્થિક રીતે સધ્ધર બનાવવા હું એક મહિના માટે મુંબઈ અને વિદેશના પ્રવાસે જઈ રહ્યો છું. મુંબઈ અને વિદેશના દાતા તરફથી મને ત્યાં આવવાનું આમંત્રણ પણ મળેલ છે.

A ceremony was held to wish Kiranbhai Sanghvi.

NEWS: આ સમારોહમાં સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી શ્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી અશ્વિનભાઈ શાહ અને ભાવિનભાઈ ગણાત્રા સંસ્થાના તબીબો ડો. જયેશભાઈ મકવાણા, ડો. શ્યામભાઈ ત્રિવેદી, ડો. શિવમ કોટક, ડો. હેમાબેન રાઠોડ અને ડો. જીનલબેન આથા તેમજ એડમીન હિતેશભાઈ ભટ્ટ તેમજ હોસ્પિટલના સ્ટાફે ઉપસ્થિત રહીને વિદેશ ગમન કરતા સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *