NEWS : રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સરખેજ, પ્રહલાદનગર, પકવાન, રામદેવનગર, થલતેજ,શ્યામલ,ગોતા, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે SG હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાયા.
NEWS : જૂનાગઢમાં જળબંબાકાર!
NEWS : રાજ્યમાં નવસારી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ અને ગિરનાર પર્વત પર 4 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના ભવનાથમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા જળમગ્ન થયા છે. જેને લઈને વાહનો તણાયા છે.
NEWS : નવસારીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
NEWS : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કહેર વર્તાવ્યો છે અને અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ, ગીર-સોમનાથમાં મુશળધાર વરસાદથી અનેક તાલુકાઓ બેટમાં ફેરવાયા બાદ હવે નવસારીમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ચાર કલાકમાં જ 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.
NEWS : ભારે વરસાદથી જનજીવન પર અસર
NEWS : નવસારીમાં ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી હતી. નવસારીમાં એકધારા વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને અનેક જગ્યાએ ટ્રાફિક જોવા મળ્યો હતો. આ સાથે જમાલપોર, ઈટાળવા, લુનસીકુઈના રસ્તા પર ત્રણ ફુટ કરતા પણ વધુ પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત નવસારીના જલાલપોરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
NEWS :આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી
NEWS :રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
NEWS : CM ભૂપેન્દ્ર પટેલે તમામ કાર્યક્રમો અટકાવી તાબડતોબ બેઠક કરી, મદદ માટે આ નંબર પર કરી શકાશે ફોન
NEWS : જૂનાગઢમાં ભારે વરસાદના કારણે તારાજીના દશ્યો સર્જાયા છે. ભારે વરસાદની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી છે. અત્રે તમને જણાવીએ કે, રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન 3 મંત્રીઓ સાથે બેઠક કરી વરસાદની પરિસ્થિતિના તાગ મેળવ્યા છે.
NEWS : જળબંબાકારની પરિસ્થિતિને CM બેઠક કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિર્ધારીત કાર્યક્રમ વચ્ચે મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી જળબંબાકારની પરિસ્થિતિ પહોંચી વળવા માટે તમામ પગલા લેવા સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ મંત્રી કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરીયા સાથે બેઠક કરી અને ભારે વરસાદની પરિસ્થિતિના તાગ મેળવ્યા હતા.
NEWS : જૂનાગઢમાં 3 કલાકમાં 16 ઈંચ વરસાદ
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા લાગ્યા હતા. શહેરના લગભગ દરેક વિસ્તાર પાણી-પાણી જ હોય તેવા દશ્યો પણ સામે આવી રહ્યાં છે.
ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા
NEWS : જૂનાગઢમાં અતિભારે વરસાદ કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં પશુ તણાયા છે. ભેંસ અને તેના બચ્ચા તણાતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે તેમજ નદીના પાણી શહેરી વિસ્તારમાં ફરી વળ્યા છે.