Navsari : એક જ પરિવારમાં બે મોત થતા પરિવાર શોકમગ્ન, મામાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું તો ભાણીનું ઘરમાં રમતા-રમતા કાપડની પટ્ટીથી ગળે ટૂંપો આવી જતાં મોત
Navsari : નવસારીના ચીખલીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચીખલી નજીકના સમરોલી ગામે મામા-ભાણીનું બે કલાકના અંતરમાં જ મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ મામાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું તો ભાણીનું ઘરમાં રમતા-રમતા કાપડની પટ્ટીથી ગળે ટૂંપો આવી જતાં મોત થયું છે. આ તરફ ઘટનાને લઈ મૃતકોના પરિજનો સહિત ગામમાં શોકની માહોલ છવાઈ ગયો છે.
Navsari : ન જાણ્યું જાનકીનાથે, કાલ સવારે શું થવાનું…. એ પંક્તિની જેવી ઘટના નવસારીના ચીખલી નજીક સમરોલી ગામે બની છે. સમરોલી ગામે મામા-ભાણીનું ગણતરીના કલાકોમાં જ મોત થયું છે. જેમાં મામા યોગેશ કુકણાનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. તળાવમાં ન્હાવા પડેલા યોગેશ કુકણાનું મોત નિપજ્યુ હતું. જોકે આ સમાચારના ગણતરીના કલાકો ઘરે 9 વર્ષની બાળકીને કાપડની પટ્ટી ગળામાં ફસાઇ જતા ગળે ફાંસો આવી જતા મોત નિપજ્યુ હતું. આ તરફ એક જ પરિવારમાં બે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.