Namokar Mantra : વિશ્વશાંતિ માટે માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે નવકાર મહામંત્રના સંગીતની સુરાવલી સાથે ભાષ્યજાપ નો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો.
Namokar Mantra : મુંબઈથી ડો. હર્ષ દેઢીયા ની ટીમના દિનાબેન છેડા સહિત કુલ છ નવકાર સાધકો મુંબઈથી માંડવી આવી ભાષ્યજાપ કરાવ્યા. માંડવીના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
Namokar Mantra : તપયક્ર, યક્રવર્તી, જીનસાશન, શિરોમણી, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તૃતીય સ્વર્ગરોહણ તિથિ પ્રસંગે, માંડવી અચલગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય આગમકિરણાશ્રીજી મહારાજ સાહેબ ઠાણા ૩ અને તપગચ્છ જૈન સંઘના પરમ પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ ઠાણા ૩ની પાવન નિશ્રામાં તા. 23મી જુલાઈને રવિવારના, અચલગચ્છ ના ઉપાશ્રયમાં માંડવીના પાંચેગચ્છના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રના સંગીતની સુરાવલી સાથે ભાષ્યજાપનો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો હતો.
Namokar Mantra : આ કાર્યક્રમમાં મુંબઈથી ડો. હર્ષ દેઢિયાની ટીમના દિનાબેન મહેન્દ્રભાઈ છેડા સાથે નવકાર મહામંત્રના સાધક પાંચ બહેનો અને ધનરાજભાઈ સંઘોઇ સહિત કુલ ૬ નવકાર સાધકોએ સંગીતની સુરાવલી સાથે નવકાર મહામંત્રના ભાષ્યજાપ કરાવ્યા હતા. જેમાં માંડવીના પાંચેગચ્છના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને જૈન સમાજ રત્ન દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
Namokar Mantra : આ કાર્યક્રમમાં કળશનું પૂજન મયુરભાઈ શાહ, દિનેશ એમ. શાહ, અરવિંદભાઈ શાહ, મહાબલભાઈ, વિરસનભાઈ ભાછા, કૃણાલ ડાઘા, વિનયભાઈ શાહ, વર્ધમાન એમ. મહેતા, મહેશભાઈ સી. શાહ, શ્રેણિકભાઈ શાહ, ભૌતિકભાઈ શાહ વગેરે એ કળશ નું પૂજન કરેલું હતું. જ્યારે સંઘના બહેનોએ યંત્રનું પૂજન કરેલ હતું.
Namokar Mantra : અબુભાઈ મીર એન્ડ પાર્ટીએ સંગીતની રમઝટ બોલાવી હતી. મુંબઈથી આવેલ ટીમનું અચલગચ્છ જૈનસંઘે સન્માન કરેલ હતું.
Namokar Mantra : આ પ્રસંગે સુનિલભાઈ શાહ, વસંતભાઈ સંઘવી, પ્રવીણભાઈ સંઘવી, હર્ષદભાઈ સંઘવી, જુગલભાઈ સંઘવી સહિત પાંચેગચ્છના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Namokar Mantra : શ્રી પંચપરમેષ્ઠિ મહિલા મંડળ (મુલુંડ પૂર્વ મુંબઈ) ના દિનાબેન મહેન્દ્રભાઈ છેડાએ નવકાર મહામંત્રનો મહિમા સમજાવી ભાવપૂર્વક નવકાર મહામંત્રના ભાષ્યજાપ કરાવ્યા હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.