MOBILE PHONE : લખપત તાલુકાના ભાડરામાં 14 વર્ષના બાળકના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો

MOBILE PHONE : લખપત તાલુકાના ભાડરામાં 14 વર્ષના બાળકના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો

MOBILE PHONE 1
MOBILE PHONE 

કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષના બાળક રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં સ્માર્ટફોન ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ હતી.

બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. ફોન ખિસ્સામાંથી કાઢી બહાર ફેંકી દેવાયા બાદ પણ તેમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને વધુ બે ધડાકા થયા હતા.

MOBILE PHONE
MOBILE PHONE

ભાડરા ગામના યુવા આગેવાન બળુભા તુંવરે જણાવ્યું હતું કે, રાજવીરના ખિસ્સામાં રહેલો મોટોરોલા કંપનીનો સ્માર્ટ મોબાઈલ કોઈ કારણોસર ફાટ્યો હતો. આ બનાવમાં બાળકને સાથળના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે, ખાસ કરીને સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોની સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *