ભુજ મેડિકલ કૉલેજની હોસ્ટેલમાં MBBSની છાત્રાનો અગમ્ય કારણે આપઘાત
ભુજની અદાણી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
MBBS : સૂત્રો થી મળતી માહિતી મુજબ જી.કે. જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા A બ્લોકની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર 104 માં રહેતી દેવાંગી મયૂરભાઈ પટેલ (ઉ.વ. 21) એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો..
દેવાંગીનો રૂમ સવારથી જ બંધ હોઈ 11:30 કલાકે બારીનો કાચ તોડી અંદર ડોકિયું કરાતા તેણે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. દેવાંગી અમદાવાદ ના નિકોલમાં રહેતી હતી. તેના પરિવારજનોને જાણ કરાતાં રાત્રે તેઓ ભુજ દોડી આવ્યાં છે. કૉલેજ મેનેજમેન્ટે જણાવ્યું કે ઘટના દુઃખદ છે અને પોલીસ તપાસ કરી રહી છે. ભુજ બી ડિવિઝન પોલીસે આપઘાતનું કારણ હજુ સ્પષ્ટ ના થયું હોવાનું જણાવ્યું છે.