માંડવી (MANDVI) બાર એસોસિયેશના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં પુન: ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે માટે 22મી ડિસેમ્બરના ચૂંટણી યોજાશે. હાલની સ્થિતિએ પ્રમુખ તરીકે ખેરાજ નાગાજણ રાગ, ઉપપ્રમુખ અલતબગની સુલેમાન ચાવડા, ખજાનચી નીરવ કીર્તિકુમાર સોની અને લાઈબ્રેરીયન આબિદ ઓસમાણગની મેમણ બિનહરીફ જાહેર થયા હતા,
MANDVI: જ્યારે મંત્રી, સહમંત્રી, કારોબારી સભ્યોની આગમી 22મીના ચૂંટણી યોજાશે તેવું માંડવી બારના ચૂંટણી અધિકારી કૌશિક વાસાણી, સહચૂંટણી અધિકારી અલ્તાફ નારેજાની યાદીમાં જણાવાયું હતું. 170 જેટલા સભ્ય પદ ધરાવતા માંડવી બાર એસોના અન્ય હોદ્દેદારો મંત્રી માટે પ્રિયેનકુમાર નાકર સામે હરીફ નિશાબેન ખારવા, સહમંત્રી ભરત ચારણ અને પ્રવીણકુમાર ગજરા તથા કારોબારી સભ્ય જિતેન્દ્ર મકવાણા, સાજિદ લાખાણી, અશ્વિનકુમાર વિંઝોડા, નિધિ રાબડિયા, લક્ષ્મણ પારિયા, દિનેશ મૂછડિયા, મહેશ ઓઝા વચ્ચે ચૂંટણી જંગ જામશે.
MANDVI: Three other office bearers including Mandvi Bar President uncontested