બિપોરજોય વાવાઝોડાની અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માંડવી તાલુકા કોંગ્રેસે (Congress) રજૂઆત કરી બિપોરજોય વાવાઝોડા ની અસર ગ્રસ્ત લોકોને રાહત આપવા અંગે માંડવી તાલુકા કોંગ્રેસ સમિતી (Congress) અને માંડવી તાલુકાના ખેડુતોએ કલેક્ટર ભુજને માંડવી મામલતદાર મારફત આવેદન પત્ર પાઠવી જણાવેલ કે, હાલમાં બિપોરજોય વાવાઝોડાના કારણે માંડવી તાલુકાના દરેક ગામમાં વયાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે.
તેમજ બાગાયતી પાકોને ૧૦૦ ટકા જેટલું નુકસાન થયેલ છે. જેથી માંડવી તાલુકાના અસગ્રસ્ત ખેડુતોનો નીચે મુજબના મુદ્દાઓ અંગે રજુઆત અને માંગણી કરવામાં આવેલ છે.માંડવી તાલુકાના વિવિધ ગામડાઓમાં વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ખરીફ પાકોને ઘણું નુકસાન થયેલ છે જેથી અમારી આવા અસરગ્રસ્ત ખેડુતો તરફથી માંગણી છે કે, તેમના દ્વારા લેવામાં આવેલ પાક— ધિરાણો અને અન્ય બેંક ધિરાણો માફ કરવામાં આવે.
માંડવી તાલુકા વિસ્તારમાં વાવાઝોડાના કારણે ઘણો આર્થીક નુકસાન થયેલ છે જેથી ખેડુતો ઉપર આર્થીક બોજો વધી ગયેલ છે જેથી આવા અસરગ્રસ્ત ખેડુતોનો ખેતી વિષયક લાઈટબીલ (વીજબીલ) માં ઓછામાં ઓછા ૧ વર્ષ સુધી માફી આપવામાં આવે.વાવાઝોડાના કારણે પડી ભાંગેલ ખેતીને પાછી ઉભી કરવા માટે ખેતી વિષયક સંસાધનો (ઓજારો) માં ખાસ છુટ આપી અને ૧ વર્ષ માટે ટેક્સ ફ્રી કરી આપી ખેતીને વેગ આપવાની જરૂરીયાત છે જેથી આ બાબતે ખેત ઉપયોગી તમામ સંસાધનો (ઓજારો) ઉપર સરકારી ટેક્સની બાદબાકી કરી અને જરૂરી સબસીડી પણ આપવામાં આવે.
ઉપરોક્ત તાલુકામાં નવા વિજ જોડાણ માટેની ખેડુતોની જે અરજીઓ પી.જી.વી.એલ. કચેરીમાં બાકી પડેલ છે તેવા નવા વિજ જોડાણ આપવાની અરજીનો નિકાલ ૧૫ દિવસમાં કરવામાં આવે અને તાત્કાલીક ધોરણે વિજ જોડાણ આપવામાં આવે.ઉપરોક્ત મુદ્દાઓ સાથે માંડવી તાલુકા (Congress) કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવી, માંડવી તા.પં.વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા, અનીલભાઈ મોતા સહિત મોટી સંખ્યામાં ખેડુતો, અગ્રણીઓએ રૂબરૂ રજૂઆત કરી હતી.