માંડવીની (MANDVI) સલાયા પ્રાથમિક શાળા નંબર ૧ વિજ્ઞાનમેળામાં રાજ્ય કક્ષાએ છઠ્ઠીવાર કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના વિજ્ઞાન શિક્ષક ડો. ચિરાગભાઈ રાવલ 14 મી વાર રાજ્યકક્ષાએ ભાગ લઇ માંડવી નું ગૌરવ વધારેલ છે.
જિલ્લા પંચાયત સંચાલિત (MANDVI) માંડવીની સલાયા પ્રાથમિક શાળા નંબર 1 વિજ્ઞાન – ગણિત પ્રદર્શન (વિજ્ઞાન મેળામાં) રાજ્યકક્ષાએ છઠ્ઠીવાર કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરીને માંડવી (MANDVI) તાલુકાનું ગૌરવ વધારેલ છે. તાજેતરમાં નખત્રાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શન (વિજ્ઞાનમેળામાં) માંડવીની સલાયા પ્રાથમિક શાળા નંબર ૧ છઠ્ઠીવાર રાજ્યકક્ષાએ પસંદગી પામી છે. માંડવી તાલુકા ની આવી આ પ્રથમ પ્રાથમિક શાળા છે. આ કૃતિ વિભાગ નંબર ૪માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ કૃતિના માર્ગદર્શક શાળાના વિજ્ઞાન શિક્ષક ડો. ચિરાગ રાવલ હતા. આ કૃતિમાં શાળાના બાળવૈજ્ઞાનિકો ચબા મોહમ્મદહુસેન અને ભટ્ટી સોહીલ સિકંદરે ભાગ લીધો હોવાનું શાળાના આચાર્ય અને જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી કાસમભાઇ નોડે તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ કૃતિના માર્ગદર્શક શાળાના વિજ્ઞાન શિક્ષક ડૉ. ચિરાગભાઈ રાવલ પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં 14 મી વાર રાજ્યના વિજ્ઞાન મેળામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા, શાળાના આચાર્ય તેમજ જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રી કાસમભાઈ નોડે, શાળાના સિનિયર શિક્ષકો આશાબેન પટેલ અને જીગ્નેશભાઈ જોશી એ બાળવૈજ્ઞાનિકો અને માર્ગદર્શક ડૉ. ચિરાગભાઈ રાવલને અભિનંદન પાઠવ્યા હતા. (MANDVI) સલાયા શાળા નંબર 1 ને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.