માંડવી : ગુજરાત સરકારના શ્રમ આયુક્ત કચેરી ગાંધીનગર દ્વારા તારીખ ૨૭ માર્ચ ૨૦૨૩ના રોજ જાહેરનામાંથી લઘુતમ વેતન અધિનિયમ ૧૯૪૮ હેઠળ નવા દૈનિક મુળ વેતન દર (રૂપીયા) ચૂકવવા પરિપત્ર તારીખ ૨૭/૩/૨૦૨૩ના રોજ બહારપાડી તારીખ ૧/૪/૨૦૨૩ થી અમલ કારવવા સંબધિત વિભાગોને લેખિત જાણ કરવામા આવેલ છે.
તેમ છતાં માંડવી નગરપાલિકાદ દ્વારા રોજંદાર કર્મયોગીઓને શ્રમ આયુક્ત અધિકારીશ્રીના આદેશ હોવા છતા પણ નવા દર પ્રમાણે વેતન ચુકવવામાં ના આવતા શ્રમયોગીઓમા નારાજગી ફેલાઇ છે.
આ બાબતે શ્રમ આયુક્ત કચેરીના આદેશનું તારીખ ૧/૪/૨૩ થી અમલીકરણ કરવામા આવે તે માટે રોજનંદાર કર્મચારીઓએ સબંધિત કચેરીઓ તેમજ ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી, કારોબારી ચેરપર્સન સમિતીને પત્ર પાઠવી લેખિત માંગણી કરેલ છે.
માંડવી નગરપાલિકાના રોજંદાર કર્મચારીઓ ભુપેન્દ્ર સલાટ, ભરત ડાંગેરા, મેહુલ ભટ્ટ, મોશીન કોરેજા, જિતેશ ખેતાણી, પિંગલ જોષી વગેરે કર્મચારીઓના પ્રતિનિધિ રૂપે માંડવીના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ વેને ધારાસભ્ય કાર્યાલય મધ્યે રૂબરૂ મળી લેખિત માંગણી કરેલ છે.
ગુજરાત સરકારના શ્રમ આયુકત કચેરી દ્વારા તાજેતરમા બહાર પાડવામા આવેલ પરિપત્ર અન્વયે અહીંની નગરપાલિકા દ્વારા શ્રમ યોગીઓને નવા વેતન દર (રૂપિયા) ન ચુકવી અમલ કરવામા નહિ આવતા કર્મચારીઓમા નારાજગી વ્યાપી છે. અને કર્મચારીઓ ઉચ્ચ કક્ષાએ અમલવારી થાય તે માટે સબંધિત અધિકારીઓને પત્ર પાઠવી માંગણી કરેલ છે.
ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઈ વેએ શ્રમયોગીઓને અનિશ્ચિત સમયે મળતો પગાર નિયત તારીખ ૧ થી ૫ સુધીમા મળે અને ગુજરાત સરકારના શ્રમ આયુકતના વખતો વખતના પરિપત્ર મુજબના દૈનિક દર (રૂપિયા) મળે તે માટે પ્રતિનિધિ મંડળને ખાતરી આપેલ હતી.