
માંડવી કચ્છ મધ્યે યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી કોરા ૩૧ ડિસેમ્બર ની વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવી જેમાં મસ્કા ચાર રસ્તા પાસે આવેલ સ્લમ ઝુપડપટી વિસ્તારમાં ઉજવવામાં આવેલ જેમાં સ્લમ એરીયાના બાળકો સાથે કરવામાં આવી જેમાં ઉર્મિલાબેન પ્રભુલાલ સોની હસ્તે એડવોકેટ દીપક પ્રભુલાલ સોનીના આર્થિક સહયોગથી કરવામાં આવેલ.
આપણે ૩૧ ડિસેમ્બર ની ઉજવણી તો દરેક કરીએ છીએ આપણા પરિવાર મિત્રો વિગેરે સાથે પરતું આ વિશિષ્ટ ઉજવણી કરવાનું યંગ જાયન્ટ્સ ગ્રુપ ના પ્રમુખ કૃપા દીપક સોની ને સુજતા તેઓએ પોતાના પરિવાર તથા ગ્રૂપ સાથે વિશિષ્ઠ ઉજવણી કરી અને બાળકોના ચહેરાપર જે ખુશી જોઈ તે શબ્દોમાં નવર્ણવી શકાય તેવી હતી અને આ ૩૧ ડિસેમ્બર એક યાદગાર બની તેનો સર્વને આનંદ આવ્યો. આ ઉજવણીમાં ગ્રુપ પ્રમુખ કૃપા દીપક સોની, જાયન્ટ્સ ગ્રુપના પૂર્વ પ્રમુખશ્રી તથા માંડવી ના જાણીતા એડવોકેટ દીપક પ્રભુલાલ સોની, મંત્રી જીયા જીજ્ઞેશ સોની, દીયા દીપક સોની, દિવ્ય જીજ્ઞેશ સોની વિગેરેએ સહયોગ આપેલ