માંડવી પંચનગર સોસાયટી દ્વારા દશે૨ા નું ભવ્ય આયોજન કરાયું

માંડવી પંચનગર સોસાયટી દ્વારા દશે૨ા નું ભવ્ય આયોજન કરાયું

માંડવી મધ્યે નીલકંઠનગર , પુનમનગર , સહજાનંદનગર , નરનારાયણ નગર , અને રાધેશ્યામ નગ૨ ( પંચનગર સોસાયટી ) મા રહેતા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા ની ધુમધામ થી ઉજવણી કરવામા આવેલ હતી પંચનગર મા રહેતા મોટી સંખ્યા મા રાજપુત ક્ષત્રિય ભાઈઓ દ્વારા બીજા વરસે પણ દશેરા ની ઉજવણી કરાઈ હતી

સવા૨ ના ભાગે રાજપુત ક્ષત્રિય ભાઈઓ દ્વારા રાજપુતી ગણવેશ મા શસ્ત્ર પુજન ધાર્મિક રીતે કરવામા આવેલ તે બાદ સાંજે રતડીયા ( ગણેશ ) ના મૃદુલાબા માતાજી દ્વારા ધાર્મિક પ્રવચન આપવામા આવેલ જેમા પંચનગર સોસાયટીના તમામ રાજપુત ક્ષત્રિય ભાઈ– બહેનો અને વડીલો મોટી સંખ્યા મા હાજર રહેલ તે બાદ બહેનોએ રાસગરબા / તથા તલવા૨ ૨ાસ રાખવામા આવેલ અને સાથે મળી સમુહ પ્રસાદ નુ આયોજન કરવામા આવેલ આમ પંચનગર સોસાયટી દ્વારા દશે૨ા નું ભવ્ય આયોજન કરવામા આવેલ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *