MANDVI : કોડાય પોલીસ મથકે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ના સહયોગથી પાણીનો કુલર અર્પણ કરાયો
MANDVI : માંડવી કોડાય પોલીસ મથકે કચ્છ ગ્રામ વિકાસ સમિતિ ના અરવિંદભાઈ જોશી ના પ્રયત્નો થી દાતા હેમંતભાઈ વ્યાસ પરિવાર બગન ખંભાત મુંબઈ ના સહયોગથી પાણીના કુલર પોલીસ મથકને અર્પણ કરાયું હતું આ સેવાકીય સંકલનમાં નિલેશભાઈ મૂળજીભાઈ પટેલ સહયોગી રહ્યા હતા
MANDVI : આ તકે તાલુકા આરોગ્ય અધિકારી ડો.કૈલાશપતિ પાસવાને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા આ તકે દિનેશભાઈ શાહ, સુરેશભાઈ જોશી જીવરાજભાઈ ગઢવી ,વિજય ગાલા કરણસિંહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સ્ટાફ ના કોડાય પી આઇ કે એસ ચૌધરી, દિલીપસિંહ સિંધવ મોહનભાઈ લોઢા ,વાલાભાઈ લાખાણી, ગોપાલભાઈ ગઢવી, નયનાબેન રાજપૂત તથા જી આર ડી ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા