MANDVI : માંડવી નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠકકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

MANDVI: માંડવી : નગરપાલિકા કારોબારી સમિતિની બેઠક ચેરમેન વિશાલ ઠકકરના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં વિવિધ વિભાગોના આવેલ પ્રકરણો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.

MANDVI : આજની બેઠકમાં એકાઉન્ટ વિભાગ ઘ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો અંદાજપત્ર રજુ કરવામાં આવેલ. માંડવી શહેરમાં ફરવા આવતા પ્રવાસીઓને માર્ગદર્શન કરતું ટુરિઝમ સ્કેનરની વ્યવસ્થા ઉભી કરવા નિર્ણય લેવામાં આવેલ. ફાયર બ્રિગેડ માટે જરૂરી સંરક્ષાત્મક સાધન સામગ્રી ખરીદી કરવા ઉપરાંત ઈમરજન્સી રીસ્પોન્સ વ્હીકલ (મીની ફાયર બિગ્રેડ વાહન) વસાવવા, જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો પાથરવા, નવા સી.સી. રોડ બનાવવા, જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર કનેકશનોની કામગીરી હાથ ધરવાં નિર્ણય લેવામાં આવેલ. સી.સી. કેમેરા રીપેરીંગ, દવા છંટકાવ માટે જમ્બો ફોગીંગ મશીન, સદરહું કામોને આગામી સામાન્ય સભામાં બહાલી અર્થે રજુ કરવા નિર્ણય કરવામાં આવેલ.

MANDVI : માનવ જીવનના સ્વાસ્થય તેમજ શ્વાસની બિમારી ફેલાવતા વિદેશી કોનોકોપર્સ વૃક્ષ માંડવી શહેરમાં જે જગ્યાએ ઉગેલ છે, તે જગ્યાએથી ટુંક સમયમાં પ્રતિબંધિત વૃક્ષનો નિકાલ કરવામાં આવશે. અને ભવિષ્યમાં આ વૃક્ષોનો વાવેતર પર પ્રતિબંધ મુકવામાં આવશે. તદઉપરાંત શહેરમાં રખડતાં ભુંડના વધી રહેલા ટોળાના ત્રાસ માંથી મુકિત મળવા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

MANDVI : આ બેઠકમાં પ્રેમજી કેરાઈ, જિજ્ઞેશ કષ્ટા, પારસ સંઘવી, ગીતાબેન ગોર, વિજયભાઈ ચૌહાણ, જયશ્રીબેન વાસાણી, જશુબેન હિરાણી, વિગેરે ચર્ચામાં ભાગ લીધેલ હતો. ઈન્ચાર્જ હેડ કલાર્ક ચેતન જોષી, ધરમશી મહેશ્વરી, હિતેશ મુછડીયા, ભુપેન્દ્ર સલાટ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *