MANDVI: માંડવી તાલુકાના નાની મઉં સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં ગુરુવારે બપોરે બે-ત્રણ મિત્ર નાહવા માટે ગયેલા જેમાં પાણીમાં ડૂબતા અન્ય મિત્રએ બચાવવા પ્રયત્ન હાથ ધરી એક મિત્રને બચાવી લીધો હતો જ્યારે ગામનો જ અન્ય યુવાન પણ આમાં સાથે હતો
MANDVI: જેની મોડીરાત સુધી શોધખોળ આદરવામાં આવી હતી. આ માટે એન.ડી.આર.એફ.ની ટીમ પણ આવી હતી પરંતુ સફળતા ન મળતાં મોડીરાત્રે તળાવની પાળ તોડી પાડવાનો નિર્ણય લેવાનું સરપંચ પરમજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. બપોરના ભાગમાં આ ઘટના બનતાં એક યુવાનને બચાવનાર યુવાને ગામમાં અન્ય યુવાન તળાવમાં ડૂબ્યો હોવાની જાણ કરતાં તળાવ કિનારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને આ બનાવની જાણ માંડવી મામલતદાર તથા ગઢશીશા પોલીસ સ્ટેશનને પણ કરાઇ હતી અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ લખાય છે ત્યારે 10 વાગ્યા સુધી ઘટનાસ્થળે શોધખોળની કામગીરી હાથ ધરાઇ છે.