લીંબડીમાં માનવધિકાર એવમ મહિલા બાળ વિકાસ સમિતિની ગુજરાત કક્ષાની ચોથી બેઠક યોજાઈ હતી
રિપોર્ટ : બીના પટેલ
લીંબડી નેશનલ હાઈવે પર આવેલા કબીર આશ્રમ મંદિર માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સમિતિની ગુજરાત કક્ષાની ચોથી બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ નીલેશભાઈ જોશી ની આગેવાની હેઠળ યોજાઈ હતી.
માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ અધિકારી એટલે માનવ હક માટે કામ કરતી સંસ્થા છે.ભારત ના 12 રાજ્ય તથા ગુજરાત ના 33 જિલ્લામાં પ્રસરેલી આ સમિતિની કોર કમિટી ની ગુજરાત કક્ષા ની ચોથી બેઠક લીંબડી કબીર આશ્રમ ખાતે યોજાઈ હતી. અને આ બેઠકમાં ગુજરાત ના કોર કમિટી ના તમામ જિલ્લાઓ ના હોદ્દેદારો તથા મહારાષ્ટ્ર અધ્યક્ષ અર્જુનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોર કમિટી ની મીટીંગ માં આગામી સમય માં સંગઠન ને આખા દેશ માં મજબૂત બનાવવા માટે અધ્યક્ષ શ્રી દ્વારા કોર કમિટી ને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી અને સરકારી યોજનાઓ ના લાભ તમામ રાજ્યોમાં છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંકલ્પ કર્યો હતો. લીગલ સેલ દ્વારા તમામ રાજ્યો અને જિલ્લાઓ, તાલુકાઓમાં તેમના હક અને અધિકારો થી માહિતગાર કરવા માટે સેમીનાર નું સુંદર આયોજન નું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
લીંબડી ટીમ દ્વારા મીટીંગ નું સરસ આયોજન કરવા બદલ સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવવા માં આવ્યા હતા.