National Child Award : પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટેની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવી

National Child Award : વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ (WCD) મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટેની છેલ્લી તારીખ 31મી જુલાઈ, 2023થી વધારીને 31મી ઓગસ્ટ, 2023 કરી છે.

National Child Award : પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP), 2024 માટેની અરજીઓ હવે નેશનલ એવોર્ડ્સ પોર્ટલ https://awards.gov.in પર શરૂ થઈ છે. આ પુરસ્કારો બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જે રાષ્ટ્રીય સ્તરે માન્યતાને પાત્ર છે.

National Child Award : કોઈપણ બાળક, જે ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે તેમજ વય 18 વર્ષથી વધુ ન હોય તે આ એવોર્ડ માટે અરજી કરી શકે છે. અન્ય કોઈપણ વ્યક્તિ, લાયક બાળકને એવોર્ડ માટે નોમિનેટ કરી શકે છે. PMRBP માટેની અરજીઓ આ હેતુ માટે રચાયેલ ઓનલાઈન પોર્ટલ https://awards.gov.in પર પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *