AAP માં મોટું ગાબડું, સુરતના 6 કોર્પોરેટરો બીજેપીમાં જોડાયા

સુરતી રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.

સુરતી રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. 27 માંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા હવે પક્ષાંતર ધારો નહીં લાગે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉધના ખાતેના કાર્યલયે હાજર છે.

વિધાનસભાની સમિતિની ચૂંટણી ટાળવા ભાજપ સરકારે ફોર્મ્યુલા તૈયાર કરી છે. AAPને એક સમિતિમાં સ્થાન આપવાની સરકારની ફોર્મ્યુલા છે. AAPના ધારાસભ્યો સમિતિમાંથી ઉમેદવારી પાછી ખેંચે તો એક સમિતિમાં સ્થાન અપાશે. AAPના 1 ધારાસભ્યને આદિજાતિ સલાહકાર પરિષદમાં સ્થાન આપવા ભાજપ સરકાર તૈયાર છે. કોંગ્રેસને પણ બે સમિતિઓમાં 1 – 1 સભ્ય વધારી આપવાની ફોર્મ્યુલા તૈયાર છે. જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિમાં કોંગ્રેસના 2 – 2 સભ્યોને સ્થાન આપવાની ફોર્મ્યુલા છે. AAP અને કોંગ્રેસ જો આ પ્રમાણે સમજૂતી કરશે તો ચૂંટણી કરવી નહિ પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *