Seva Samarpan Satsang Kutch’s first high-tech seva ashram

સેવા સમર્પણ અને સત્સંગ સાથે નિર્માણ પામશે કચ્છનું પ્રથમ હાઇટેક સેવાઆશ્રમ
રીપોર્ટ : હસુ ઠક્કર ભુજ
ભુજ તા. ૨૨: ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મુખ્યદેવને આગામી ૨૦૨૩ માં ૨૦૦વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજના ઉપલક્ષ્યમાં કચ્છનું પ્રથમ હાઈટેક સેવાઆશ્રમ બનાવવા જઈ રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત આજ રોજ ભુજમંદિરના સ.ગુ.મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી , સ.ગુ.ઉપમહંત પુરાણી સ્વામી ભગવદ્જીવનદાસજી, સ.ગુ.પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત, સ.ગુ.પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી તેમજ આ શ્રી સ્વામિનારાયણ સેવાઆશ્રમ (સેવાકીય) કાર્યમાં રૂપિયા ૪ કરોડનું અનુદાન આપનાર આ સંકુલના યશસ્વી યજમાનશ્રી અ.નિ પ.ભ.શ્રી પરબતભાઈ કુંવરજી હાલારીયા અ. નિ.ધ.પ. અમરબેન પરબતભાઇ હાલારીયા હસ્તે સુપુત્રી પ.ભ.શ્રી સુમિત્રાબેન પરબતભાઇ હાલારીયાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ભુજમંદિરના સ.ગુ.મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી આર્શિવચન આપતાં જણાવ્યંક હતું કે, શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજ (શ્રી નરનારાયણ દેવ) તરફથી અનેક સેવાકીય કાર્ય જેમાં શૈક્ષણિક , આરોગ્ય , ગૌ – સેવા મુખ્યત્વે પ્રવૃતિઓ સાથે સંકળાયેલી છે ત્યારે કચ્છને વધુ એક સેવાકીય કાર્ય સ્વરૂપે કચ્છનું પ્રથમ હાઈટેક શ્રી સ્વામિનારાયણ સેવાઆશ્રમનું લોકાર્પણ આગામી વર્ષો માં કરવામાં આવશે, વિશેષમાં જણાવવાનું કે મહંત સ્વામીશ્રી એ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વહસ્તેલિખીત શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ” યાવજ્જીવં ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતૃર્ગુરોઃ ” શિક્ષાપત્રીની આ આજ્ઞાનુંસાર સંપ્રદાયના દરેક ભાઈઓ – બહેનો સમર્પિત ભાવે વડિલ – વૃદ્ધ માતા – પિતાની સેવા પણ ભગવાનના ભાવથી કરે છે . પરંતુ દેશ – વિદેશમાં રહેતા દરેક વ્યકિતની કે પરિવાર ના સંજોગો અને પરિસ્થિતિ અલગ અલગ હોવાના કારણે વડીલોને વૃદ્ધાવસ્થામાં ઘણીવાર લાચારી અને કષ્ટભર્યું જીવન વિતાવવું પડતું હોય છે , આના નિરાકરણ માટે આ શ્રી સ્વામિનારાયણ સેવાઆશ્રમનું આવું એક આયોજન છે કે વૃદ્ધ વડીલ ભાઈઓ બહેનો દુઃખ મુઝવણથી મુક્ત બની , તેઓ પોતાના ઘર પરિવારની સાથે જ રહે છે તેવા અહેસાસ એમને થાય તે માટે સેવા , સમર્પણ અને સત્સંગ ના સ્નેહભાવ સાથે આ શ્રી સ્વામિનારાયણ સેવાશ્રમ સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
વિશેષ માહિતી આપતાં ભુજ મંદિરના કોઠારીસ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે, આ હાઇટેક સેવાઆશ્રમમાં વડીલો ને કોઈ પણ જાત ની તકલીફો ન પડે તે દ્રષ્ટિએ ૧૬×૧૬ સંપૂર્ણ સુવિધાઓ થી સજ્જ એવા હાલના તબ્બકે ૫૦ રૂમો બનાવવામાં આવશે , એક રૂમમાં બે વડીલોનો
સમાવેશ કરવામાં આવશે, આ સેવાઆશ્રમમાં વિશેષ સુવિધાઓની વાત કરીએ તો, ભોજનાલય, હોસ્પિટલ, વડીલો ને નજર સમક્ષ રાખી ને તે પ્રકારનું જીમ,મંદિર,ગાર્ડન,લાયબ્રેરી,સંગીતમય વાતાવરણ સાથે અંડર ગ્રાઉન્ડ મીની થિયેટર કે જેમાં તેઓ ધાર્મિક કથાવાર્તા તેમજ સત્સંગ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, કચ્છનું પ્રથમ હાઇટેક શ્રી સ્વામિનારાયણ સેવાઆશ્રમ બનવા જઈ રહ્યું છે જેમાં મંદિર કમિટી, ટ્રસ્ટીશ્રીઓ, તેમજ નિર્માણકાર્ય સમિતિ ખુબ સરસ રીતે કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે સ.ગુ. વયોવૃધ્ધ સ્વામી સનાતનદાસજી , સ.ગુ. સ્વામીઓમાં શ્રી.પ્રભુચરણદાસજી , શ્રી. નિરન્નમુક્તદાસજી , શ્રી. કૃષ્ણપ્રસાદદાસજી , શ્રી.જગતપાવનદાસજી , , શ્રી. સ્વયંપ્રકાશદાસજી , શ્રીહરિદાસજી , શ્રી. બાલકૃષ્ણદાસજી , શ્રી. દેવકૃષ્ણદાસજી ,શ્રી રામસ્વરૂપદાસજી , શ્રી.હરિબળદાસજી , શ્રી. વિશ્વપ્રકાશદાસજી , શ્રી. કેશવજીવનદાસજી , શ્રી. શાન્તીપ્રિયદાસજી , શ્રી. જગજીવનદાસજી , ઉપકોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી. દેવસ્વરૂપદાસજી આદી સંતમંડળ તથા મહિલા મંદિરના મહંત સાં.યો. સામબાઈ ફઈ આદિ કચ્છના સમસ્ત સાં.યો. બહેનો , મુખ્ય કોઠારી પ.ભ. શ્રી મુરજીભાઈ કરસન શીયાણી , ઉપકોઠારી પ.ભ. શ્રી જાદવજી વિશ્રામ ગોરસીયા તથા સલાહકાર પ.ભ. શ્રી રામજીભાઈ દેવજી વેકરીયા, પ.ભ.શ્રી કાનજીભાઈ મેપાણી, પ.ભ.શ્રી હીરજીભાઈ રવજી વેકરીયા, પ.ભ.શ્રી નારણભાઈ રતનાભાઈ કેરાઇ, પ.ભ.શ્રી દેવશીભાઈ હિરાણી તથા પ.ભ.શ્રી વાઘજીભાઈ પટેલ ટ્રસ્ટીમંડળ અને આ સંકુલના યશસ્વી યજમાનશ્રી અ.નિ. પ.ભ. પરબતભાઈ કુંવરજી હાલારીયા ધ.પ. અ.નિ. અમરબેન પરબતભાઈ હાલારીયા હ . સપુત્રી સુમિત્રાબેન પરબત હાલારીયા ગામ કેરા ( લંડન ) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન સભાપતિ શ્રી શુકદેવસ્વરુપ સ્વામી એ કર્યું હતું, જ્યારે ભંડારી કોઠારી સ્વામી દિવ્યસ્વરૂપદાસજી, શા.સ્વામી અક્ષરપ્રિયદાસજી,સ્વામી શ્રીનરનારાયણસ્વરૂપદાસજી તથા સ્વામી ધર્મચરણદાસજીએ સેવાકાર્ય સાંભળ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *