ગાંધીધામ કચ્છ ના સુંદરપુરી વિસ્તારમાં 17 વર્ષીય સગીરા પર બે વાર દુષ્કર્મ આચરાયું

ફાઈલ તસવીર

ગાંધીધામ કચ્છ ના સુંદરપુરી વિસ્તારમાં 17 વર્ષીય સગીરા પર બે વાર દુષ્કર્મ આચરાયું

ગાંધીધામ કચ્છના સુંદરપુરી વિસ્તારમાં સગીરાને લાલચ આપી પોતાના સાગરિતો સાથે ઘરે લઇ જઇ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા બાદ ધાક ધમકી કરી બીજી વખત પણ કુકર્મ આચર્યું હોવાની, તો અંજારના વરસામેડીમાં પરિવાર સાથે છત પર સૂતેલી મહિલા સાથે શારિરિક અડપલાં કરાયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આ બાબતે ભોગ બનનાર સગીરાના ભાઇએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે વિગતો આપી હતી કે, તેમની 17 વર્ષ 10 માસની સગીર વયની બહેનને આકાશ રામકુમાર પથરોટે લલચાવી ફોસલાવી તેમજ લગ્ન કરવાની લાલચ આપી પોતાને ઘરે લઇ ગયા બાદ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટનામાં તેના બે સાગરિતો રાહુલ પથરોટ અને રોહિત દુલગજે બહારથી દરવાજો બંધ કરી મદદગારી કરી હતી ત્યારબાદ ફરી વખત આ જ રીતે દુષ્કર્મ આચરી જો આ વાત કોઇને કહેશે તો તને બદનામ કરી દઇશ તેવી ધમકી પણ આપી હતી. તા.4/5 થી તા.4/6 દરમિયાન બનેલી આ શરમજનક ઘટનાની ફરિયાદના આધારે પીઆઇ એ.બી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.


તો અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલા શાંતિધામ વિસ્તારમાં ભોગ બનનાર મહિલાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે જયારે તે તેના પરિવાર સાથે છત પર ઊંઘી રહી હતી ત્યારે પડોશમાં રહેતો આરોપી અકબરઅલી ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ કચ્છ ના સુંદરપુરી વિસ્તારમાં 17 વર્ષીય સગીરા પર બે વાર દુષ્કર્મ આચરાયું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *