KUTCH CRIME : અબડાસા તાલુકાના રાયધણજરમાં બકરા ચરાવવા બાબતે ઝઘડો કરી યુવાન ઉપર લાકડીથી હુમલો કરી અસ્થિભંગ સહિતની ઇજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે કોઠારા પોલીસ મથકે રાયધણજરના માલધારી સોયબ ઉમર હાલેપૌત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે બકરા ચરાવવા બાબતનું મનદુ:ખ રાખી આરોપી સુલતાન હસન હાલેપૌત્રા (રાયધણજર)એ ઝઘડો કરી લાકડીઓ ફટકારી ગળાંના ભાગે મણકામાં અસ્થિભંગ તેમજ છાતી તથા હાથમાં ઇજા પહોંચાડી હતી. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.