
કેબિનેટ સચિવ કેસોની સંખ્યામાં વધારો થતો હોય તેવા 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા કરશે
ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 1,59,590 સુધી પહોંચ્યું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોનું ભારણ 1.44% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 16,488 કેસ પોઝિટીવ નોંધાયા છે. નવા નોંધાયેલા 85.75% કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
છ રાજ્યો- મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસો નોંધાવાનું ચાલુ છે જ્યાં નવા 8,333 કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં વધુ 3,671 જ્યારે પંજાબમાં નવા 622 કેસ નોંધાયા છે.
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે વધારાનું વલણ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં કેરળમાં સક્રિય કેસોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો નોંધાયા છો જે 14 ફેબ્રુઆરી 2021ના રોજ 63,847માંથી ઘટીને આજે 51,679 થઇ ગયા છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં સમાન સમયગાળામાં સક્રિય કેસોની સંખ્યામાં સર્વાધિક વધારો નોંધાયો છે જ્યાં 14 ફેબ્રુઆરીએ 34,449 કેસોમાંથી આજે વધીને 68,810 કેસ થઇ ગયા છે.
તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, જમ્મુ અને કાશ્મીર તેમજ પશ્ચિમ બંગાળ સહિત જ્યાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યાં છે તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેબિનેટ સચિવ આજે સમીક્ષા કરશે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 2,92,312 સત્રોમાં 1,42,42,547 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 66,68,974 HCW (1લો ડોધ), 24,53,878 HCW (2જો ડોઝ) અને 51,19,695 FLW (1લો ડોઝ) સામેલ છે.
રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ પ્રાપ્ત કર્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021થી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
રસીકરણ કવાયતના 42મા દિવસે (27 ફેબ્રુઆરી 2021) કુલ 7,64,904 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આમાંથી 3,49,020 લાભાર્થીને 13,397 સત્રમાં પ્રથમ ડોઝ (HCW અને FLW) આપવામાં આવ્યો હતો જ્યારે 4,20,884 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ભારતમાં આપવામાં આવેલા કુલ રસીના બીજા ડોઝમાંથી 62.75% લોકોનું રસીકરણ આઠ રાજ્યોમાં થયું છે. સમગ્ર ભારતમાં કુલ રસીના બીજા ડોઝમાંથી ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 12.64% (3,10,058) ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 113 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 82.3% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ (48) દર્દીના મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત, પંજાબમાં વધુ 15 અને કેરળમાં વધુ 14 દર્દીના મૃત્યુ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.