આજના દિવસે કપિલ દેવ વિશ્વકપ
ની મેચ માં ઝિમ્બાબ્વે સામે 175 રન બનાવ્યા હતા.
કપિલ દેવ 1983 ના ક્રિકેટ વિશ્વકપની એ ઝિમ્બાબ્વે સામે ની મેચ આજે પણ લોકો યાદ કરે છે.
1983 ના ક્રિકેટ વિશ્વકપની પ્રારંભિક મેચોમાં સારાં દેખાવ ઝિમ્બાબ્વે સામે ભારત 18-6-1983 નાં રોજ ટનબ્રિજ વેલ્સનાં નેવિલ ગ્રાઉન્ડ પર રમવા ઉતર્યું હતું.આ મેચ પહેલાં ભારતનું સેમિ ફાઇનલમાં પ્રવેશવું થોડું શંકાસ્પદ હતું . ભારતીય ટીમ માટે આ મેચમાં કરો યા મરો જેવી સ્થિતિ હોવા છતાં ભારતના ટોચના ચાર બેટ્સમેનો 9 રનનાં જુમલે આઉટ થયા હતા અને 17 રનમાં 5 વિકેટ સાથે અડધી ભારતીય ટીમ તંબુ ભેગી થઈ ગઈ હતી . છઠ્ઠા ક્રમે મેદાનમાં ઉતરેલા ભારતીય કેપ્ટન કપિલદેવ એ કેપ્ટનસીપ ઇનિંગરમી અને વિશ્વવિકમ સ્થાપ્યો હતો.
કપિલ દેવ વિશ્વકપની મેચ માં ઝિમ્બાબ્વે સામે 175 રન
આ મેચ માં કપિલ દેવે મેદાનની ચોતરફ ઝિમ્બાબ્વેના બોલરોને ફટકાર્યા હતા , ફિલ્ડરોને દોડાવી પોતાની નૈસર્ગિક રમત રમીને મેચનાં અંતે નોટઆઉટ રહીને 138 બોલમાં 175 રન બનાવ્યા હતા . તેમના સ્કોરમાં 16 ચોક્કા અને 6 છક્કાનો સમાવેશ થતો હતો . ભારતનાં જુમલામાં ( 266/8 ) કપિલદેવનો 66 % ફાળો હતો . બીજા ક્રમનો સર્વોચ્ચ તોફાની બેટિંગ જુમલો 24 રનનો તેમના સામા છેડાનાં સાથી કિરમાણીનો હતો . કપિલદેવની ઐતિહાસિક – વિજયી ૨મતથી સર્જાયેલા ઇતિહાસના કારણે ફાઇનલમાં પ્રવેશેલા ભારતે વેસ્ટઈન્ડિઝને હરાવી વર્લ્ડ કપ જીત્યો હતો.