Elon Musk Twitter News: ઓક્ટોબરમાં એલોન મસ્ક (Elon Musk) નું ટ્વિટર ટેકઓવર થયું ત્યારથી, તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) પર સતત કેટલાક ફેરફારો કરી રહ્યો છે. તાજેતરમાં, મસ્કે તેનું ટ્વિટર એકાઉન્ટ એટલે કે પ્રાઇવેટ (Musk Made his Account Private) કર્યું હતું. થોડા દિવસો પહેલા કંપનીએ પબ્લિક અને પ્રાઈવેટ પોસ્ટનું ફીચર લોન્ચ કર્યું છે. જ્યારથી આ ફીચર લોન્ચ થયું છે ત્યારથી જ ટ્વિટર યુઝર્સ (Twitter Users) તેની સાથે જોડાયેલી તેમની ફરિયાદો સતત શેર કરી રહ્યાં છે. તેના પછી, બુધવારે મસ્કે બીજા દિવસે સવાર સુધી પોતાનું ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) પ્રાઈવેટ કરી દીધું છે. આ ટેસ્ટ પછી મસ્કે જણાવ્યું કે આ ફીચરમાં કેટલીક સમસ્યાઓ છે, જેને કંપની જલ્દી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
યુઝર્સ સતત કરી રહ્યા છે ફરિયાદ
મંગળવારે ઈયાન માઈલ્સ ચેઓંગ (Ian Miles Cheong) નામના યુઝરે ટ્વિટ કરીને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે પોતાના એકાઉન્ટને પ્રાઈવેટ પર સેટ કરીને ટ્વીટ કર્યું ત્યારે તેની ટ્વીટ પબ્લિક ફીચર કરતાં વધુ લોકો સુધી પહોંચી હતી. આ ફરિયાદ બાદ મસ્કે જવાબમાં લખ્યું હતું કે આ ખૂબ જ ‘સંવેદનશીલ’ મામલો છે અને અમે આ ફરિયાદને વહેલી તકે દૂર કરીશું. તેના પછી જ મસ્કે આ ટેસ્ટ તાત્કાલિક કરવાનો નિર્ણય લીધો છે.
મસ્ટના ટ્વિટર ટેકઓવર પછી થયા ઘણા બદલાવ
આપને જણાવી દઈએ કે ઓક્ટોબર 2022 માં એલોન મસ્કે ટ્વિટર સાથે 44 બિલિયન ડોલરની ડીલ પૂરી કરતી વખતે આ માઈક્રોબ્લોગિંગ સાઈટ ખરીદી હતી. તેના પછી, મસ્કે કંપનીના ખર્ચમાં ઘટાડો કરવા માટે ટ્વિટરના 50 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તેના પછી મસ્કે ‘પેડ ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન’ (Twitter Blue Subscription) જેવા ઘણા નવા ફીચર્સ પણ શરૂ કર્યા છે. તેમાં, ટ્વિટરના વેરિફાઈડ એકાઉન્ટને દર મહિને ફી ચૂકવવી પડશે.