Jamnagar : જામનગરમાં આવાસનો ત્રણ માળનો બ્લોક ધરાશાયી થતા એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત, પાંચ લોકો સારવાર હેઠળ; અન્યની શોધખોળ યથાવત
Jamnagar : જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેની સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.
Jamnagar : દુર્ઘટનામાં મૃતકોના નામ
1 મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ)
2 જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ)
3 શિવરાજ જયપાલ સાદિયા (4 વર્ષ)
દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોના નામ
1 કંચનબેન મનસુખભાઈ જોઈશર
2 પારુલબેન અમિતભાઈ જોઈશર
3 હિતાંષી જયપાલ
4 દેવીબેન
5 રાજુભાઈ ઘેલાભાઈ