JAIN : જૈન સંપ્રદાયના પ.પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને વિહાર દરમ્યાન પડતી તકલીફ નિવારવા સરકાશ્રીને રજુઆત કરતા શ્રી જીગર તારાચંદભાઈ છેડા.

તાજેતરમાં દક્ષિણ ગુજરાતના એક ગામ મધ્યે વિહાર કરતા JAIN જૈન સંપ્રદાયના ૫.પૂ.સાધ્વીજી મ.સા. ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો હતો.જેમાં પ.પૂ. સાધ્વીજી મ.સા.ને ધણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. સદનસીબે તેઓશ્રી બચી ગયા હતા.આ ઘટના ના સમગ્ર JAIN જૈન સમાજમાં ઘેરા પ્રત્યઘાત પડયા હતા.

આ ઉપરાંત JAIN જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો વિહાર કરે છે ત્યારે તેઓશ્રીને ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જેના અનુસંધાનમાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ આપણા ગુજરાત રાજયના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન. ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંધવી સાહેબને પ.પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને વિહાર દરમ્યાન પડતી તકલીફ સામે આગોતરા પગલાં ભરવા ભારપૂવર્ક લેખિતમાં રજુઆત કરી છે. તેઓશ્રી એ કહયુ છે કે ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા સમયસર કાયદાકીય પગલા ભરીને ૫.પૂ. સાધ્વી મ.સા. ઉપર હુમલો કરનાર તત્વો ને પકડી અને તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરી હતી તે બદલ સંતોષ વ્યકત કરયો હતો.વધુમાં તેઓશ્રી એ કહયુ કે નજીકના સમયમાં JAIN જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વી ભગવંતોનો વિવિધ જૈન સંધો મધ્યે ચાતુર્માસ પ્રવેશ થશે.

આ દરમ્યાન ૫.પૂ. સાધુ-સાધ્વી ભગવંતો એક ગામ થી બીજા ગામ લાંબા અંતરના પગપાળા વિહાર કરશે. વહેલી સવારે વિહાર દરમયાન ધણીવાર જીવલેણ અકસ્માતનો દુઃખદ બનાવો પણ બની ચુકયા છે.ભૂતકાળમાં આપણી સરકારે જૈન સંતોના વિહાર દરમ્યાન તેઓશ્રીને પોલીસ રક્ષણની સુવિધા પુરી પાડી હતી. ત્યારે ફરી વાર આ સુવિધા શરૂ કરવા સરકાશ્રીને ભારપૂવર્ક રજુઆત કરી હતી.અહિંસા અને કરૂણાના ભગવાન મહાવીરના સંદેશને અનુસરી જૈન સમાજ હર હંમેશ રાજય, રાષ્ટ્ર અને દેશની સેવામાં સદાય અગ્રેસર રહયુ છે. ત્યારે આ અંગે સરકારશ્રી દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી ત્વરીત યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *