આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ જિલ્લા જેલમાં નવા અધિક્ષક નાસીરુદ્દીન લોહારની નિમણૂક થતા રોજ જેલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે બે દિવસ પહેલા પણ એક મોબાઇલ માવા સિગારેટ કફ સીરપ સાથેનું પોટલું મળી આવ્યું હતું. જ્યારે અન્ય એક બેરેકમાંથી એક ફોન મળી આવ્યો હતો ગઈકાલે જેલના સર્કલ નંબર 11માં દરેક નંબર 33 માં આવેલા શૌચાલયની સામેના ખૂણામાં ચેકિંગ કરતા ત્યાંથી એક સીમકાર્ડ વગરનો ફોન મળી આવ્યો હતો સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં અરબાઝશા ઉર્ફે દેગડી ઈસ્માઈલશા રફાઈ જોવા મળ્યો હતો. આ મામલે જેલ સહાયક ચેતનસિંહ જાડેજાએ ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આજે બપોરે સલામતી યાર્ડની બેરેક નંબર 22ના પાણીમાં ઓવર ફ્લો પ્લાસ્ટિકના પાઇપમાંથી કાળા ઝભલામાં છુપાવેલો સીમકાર્ડ વગરનો મોબાઇલ મળી આવ્યો હતો અને એક ચાર્જર છુપાયેલું તે મળી આવ્યું હતું. જે કબ્જે કરીને આ અંગે ફરજ પરના સિપાઈ ભરતભાઈ ઉકાભાઇ વાળાએ અજાણ્યા કેદી સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે