
બોમ્બે હાઇકોર્ટની આરંગાબાદ બેંચે પોતાના એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવી વસ્તુઓના વેંચાણ પર રોક લગાવી દીધી છે. જે ટેલીવીઝન જાહેરાતોના માધ્યમથી એવો દાવો કરતી હોય કે તેમની પાસે ચમત્કારિક અથવા અલૌકિક શકિતઓ છે.સાથે જ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને એક સેલ બનાવવાનો આદેશ આપ્યો છે. જે ટીવી પર આવી જાહેરાતો પર નજર રાખે.
જસ્ટીસ તાનાજી નલાવડે અને જસ્ટીસ મુકુંદ સેવવીકરની ઔરંગાબાદ બેંચે પોતાના ચુકાદામાં કહ્યું કે જાહેરાતમાં કોઇ પણ એવા લેખમાં જેમાં ભગવાન હનુમાન સહિત અન્ય કોઇ ભગવાન અથવા કોઇ અન્ય બાબાના નામની સાથે વિશેષ, અલૌકિક અને ચમત્કારી શકિતઓના રૂપમાં પ્રસારિત કરવો તે ગેરકાનૂની છે. જેનો ઉપયોગ કરવાથી માણસને સુખ મળવાની, ધંધામાં પ્રગતિ થવી, કેરીયરમાં પ્રગતિ અને બિમારીમાંથી સાજા થવાનો દાવો કરવામાં આવતો હોય એવી જાહેરાતો મહારાષ્ટ્ર પ્રીવેન્શન એન્ડ એરીડીકશન ઓફ હ્યુમન સેક્રીફાઇસ એન્ડ અધર ઇનહ્યુમન, એવીલ એન્ડ અધોરી પ્રેકટીસીસ એન્ડ બ્લેક મેજીક એકટ ૨૦૧૩ની કલમ ૩ હેઠળ આવે છે.
બે જજોની બેંચે રાજ્ય સરકારને એ પણ આદેશ આપ્યો છે કે આ પ્રકારની જાહેરાતો કરનાર અથવા લેઅ- વેચનાર વ્યકિતઓ સામે કેસ નોંધવામાં આવે. કોર્ટે આવી જાહેરાતોના પ્રસારણને પણ ગેરકાનૂની ગણ્યું છે. કોર્ટે આવું કરનારાઓ વિરૂધ્ધ મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર પ્રીવેન્શન એન્ડ એરીડીકશન ઓફ હ્યુમન સેક્રીફાઇસ એન્ડ અધર ઇનહ્યુમન એવીલ એન્ડ અધોરી પ્રેકટીસીસ એન્ડ બ્લેક મેજીક એકટ, ૨૦૧૩ સાથે સંકળાયેલા અધિકારીઓને કેસ ફાઇલ કરવા કહ્યું છે.
કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને મુંબઇમાં એક સેલ બનાવવાનો આદેશ આપતા કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં આ પ્રકારની કોઇ જાહેરાત કાર્યક્રમોના નામે ટીવી ચેનલો પર પ્રસારિત ન થાય ત જોવે. કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને આ ચુકાદાને અમલી બનાવવા માટે લેવામાં આવેલ પગલાની જાણ ૩૦ દિવસમાં કરવાનો પણ આદેશ આપ્યો છે.