
ભારતે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. આ સાથે ભારતે શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. 482 રન પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત માટે અક્ષર પટેલે 5, રવિચંદ્રન અશ્વિને 3, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી છે. ત્રીજી ટેસ્ટ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.
અશ્વિને આજે પ્રથમ બોલે જ વિકેટ લીધી
ડેનિયલ લોરેન્સ રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે 53 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોરેન્સને આઉટ કર્યો તે ચોથા દિવસે અશ્વિનનો પ્રથમ બોલ હતો. તે પછી બેન સ્ટોક્સ 8 રને અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો.