IND vs ENG ડે-નાઈટ ટેસ્ટ :પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ 112 રનમાં ઓલઆઉટ, સ્પિનર જોડીએ કમાલ કરી, અક્ષર પટેલે 6 વિકેટ અને અશ્વિને 3 વિકેટ ઝડપી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટ ડે-નાઈટ છે જે પિંક બોલથી રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો છે. 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી છે.

વિકેટ પડવાનો ક્રમ
પ્રથમ વિકેટ 1 રન પર, ડોમ સિબલી- શૂન્ય રન.
બીજી વિકેટ 27 રન પર, જોની બેયરસ્ટો- શૂન્ય રન.
ત્રીજી વિકેટ 74 રન પર, જો રૂટ- 17 રન.
ચોથી વિકેટ 80 રન પર, જેક ક્રાઉલી- 53 રન.
પાંચમી વિકેટ 81 રન પર, ઓલી પોપ- 1 રન.
છઠ્ઠી વિકેટ 81 રન પર, બેન સ્ટોક્સ- 6 રન.
સાતમી વિકેટ 93 રન પર, જોફ્રા આર્ચર- 11 રન.
આઠમી વિકેટ 98 રન પર, જેક લીચ-3 રન.
નવમી વિકેટ 105 રન પર. સ્ટુઅર્ટ બ્રોડ-3 રન.
10મી વિકેટ 112 રન પર. બેન ફોક્સ-12 રન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *